અરવલ્લી:ભક્ષક ના વેશ માં આવા બુટલેગરોને મદદરૂપ થતા રક્ષક ને ડામવા ખૂબ જરૂરી*

અરવલ્લી: રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યાં શું બાકી રહે? ભક્ષક ના વેશ માં આવા બુટલેગરોને મદદરૂપ થતા રક્ષક ને ડામવા ખૂબ જરૂરી
પોલીસ કર્મી દારૂ ની હેરાફેરી માં ઝડપાયો
સાબરકાંઠા ના તલોદ તાલુકાના ના રણાસણ નજીકથી પોલીસ કોન્સ્ટેબલ દારુ ની હેરાફેરી કરતા ઝડપાયો હતો Lcb એ બાતમી આધારે રણાસણ પાસે સ્કોર્પિઓ કાર રોકી તલાશી લેતા દારુ ઝડપાયો મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ખરીદી અમદાવાદ લઈ જવાતો હતો દારૂ. દારુ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસ કર્મી સહિત ચાર સખ્શો સામે ગુનો નોંધ્યો પોલીસ કર્મી રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ મોડાસા હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવી રહ્યો છે તેની સાથે બે શખ્સ
પ્રવીણસિંહ રંજીતસિંહ ચૌહાણ યોગેશ ખોડાભાઈ પટેલ ની પોલીસે અટકાયત કરી…દારૂ લઈ જનાર અરવલ્લી હેડ કોટર્સ પોલીસમાં ફરજ બજાવતા વિજય સના ભાઈ પરમાર ની ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે દારૂ ગાંધીનગરના હાલીસા ગામે બુટલેગરને પહોંચાડવાનો હતો 35 હજારનો દારુનો જથ્થો સ્કોર્પિયો ગાડી સહિત 5 લાખ 34હજાર નો મુદ્દામાલ ઝડપ્યો એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે જો હજુ વધુ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા આવા દારૂ ની હેરાફેરી કરતા ઘણા લોકો બહાર આવે એવી લોક મુખે ચર્ચા થઈ રહી છે.
રીપોર્ટ,મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300