જીલ્લા રોજગાર વિનિમય કચેરી , ગાંધીનગર દ્વારા તા.૨૩ જાન્યુઆરીના રોજ દહેગામ ખાતે ભરતીમેળાનું આયોજન

જીલ્લા રોજગાર વિનિમય કચેરી , ગાંધીનગર દ્વારા તા.૨૩ જાન્યુઆરીના રોજ દહેગામ ખાતે ભરતીમેળાનું આયોજન
ગાંધીનગર : તાજેતરમાં ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો શુભારંભ કરવામાં આવ્યો,
જેમાં રોજગાર મેળવવા માંગતા ઉમેદવાર ઘરે બેઠા anubandham.gujrat.gov.in પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી નોકરી શોધવી, અરજી કરવી,
જોબ પોસ્ટીંગ એલર્ટ, રોજગાર ભરતી મેળા વગેરેની મહિતી ઓનલાઈન મેળવી શકો છો.
જીલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા ઔધોગિક રોજગાર ભરતીમેળાનું
તા.૨૩/0૧/૨૦૨૩ સવારે ૧૦:૩૦ કલાકે, મહાસુખલાલની વાડી, બરફની ફેક્ટરી પાસે, ભારત પેટ્રોલ પંપ સામે,
દહેગામ તા.દહેગામ, જી.ગાંધીગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વરોજગાર લક્ષી યોજનાઓની
માહિતીનો લાભ લઈ શકાશે. ધોરણ-૧૦ અને ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએશન, આઈ.ટી.આઈ અને ડીપ્લોમાં તમામ ટ્રેડના ઉમેદવારો ભાગ લઈ શકશે. આથી રોજગારવાન્છું યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઈ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે
જીલ્લા રોજગાર વિનિમય કચેરી , ગાંધીનગર દ્વારા આગામી સમયમાં આયોજન થનાર છે. જેથી જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300