ખેડબ્રહ્મા: પી.એમ.પોષણ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

ખેડબ્રહ્મા: પી.એમ.પોષણ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ
ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે મધ્યાન ભોજન યોજના ખેડબ્રહ્મા અંતર્ગત મધ્યાહન ભોજન યોજના ના સંચાલકો અને મદદનીશોના સહયોગથી પીએમ પોષણ વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ખેડબ્રહ્મા તાલુકાના તમામ મભોયો સંચાલકો આ સ્પર્ધામાં જોડાયા હતા.
બાજરી ના લોટ અને ઘઉંના કકરા લોટ માંથી નિર્દિષ્ટ મેનુ અનુસાર વાનગીઓ બનાવવાની હતી
જેમાં એમ ડી એમ સંચાલક બહેનોએ પોષણક્ષમ આહાર અંતર્ગત ઘઉંના મકાઈના અને બાજરીના લોટમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી.
નાયબ કલેકટર મભોયો હિંમતનગરના પરિપત્ર અનુસાર તમામ મભોયો સંચાલકોએ વાનગી સ્પર્ધામાં જોડાવા માટે કાચી સામગ્રી ની વ્યવસ્થા પોતાની જાતે કરવાની હતી લગભગ 12 કલાકે વાનગી સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી એક કલાકની સમય મર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરવાની હતી.
લગભગ અંદાજિત દસેક એમડીએમ સંચાલકોએ આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો
વાનગી સ્પર્ધા માટે નિર્ણાયક ટીમ મૂકવામાં આવી હતી
આ વાનગી સ્પર્ધાના નિર્ણાયક તરીકે સીડીપીઓ , બી આર સી કોઓર્ડીનેટર ,મભોયો સુપરવાઇઝર, icds સુપરવાઇઝર, શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર તથા બે વાલી મિત્રો નિર્ણાયક ટીમમાં હાજર રહ્યા હતા
સારી વાનગી બનાવનાર સ્પર્ધક માંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબરો આપવાના હતા
પ્રથમ વિજેતા સ્પર્ધકને 5000 દ્વિતીય સ્પર્ધકને 3000 અને તૃતીય સ્પર્ધકને 2000 નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ વાનગી સ્પર્ધામાં નાયબ મામલતદાર મભોયો, સુપરવાઇઝર મેડમ, મામલતદારશ્રી, પ્રાંત અધિકારી ખેડબ્રહ્મા, જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલ મંત્રી જેઠાભાઈ પટેલ તથા એમડીએમ સંચાલકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર એમડીએમ સંચાલકોને મામલતદાર કચેરી ખેડબ્રહ્મા તથા નિર્ણાયક ટીમ આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ઉચ્ચતર પ્રાથમિક વિભાગ આચાર્ય ધીરુભાઈ પરમારે મભોયો સંચાલકોને પોષણક્ષમ આહાર બાળકોને આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300