ગુરુદેવ મંડપ વાળા સ્વ, અરવિંદ ભાઈ ગેવરીયા ની ભાવ પુર્ણ દ્વિતીય પુણ્યતિથિ ઉજવવામાં આવી…

ગુરુદેવ મંડપ વાળા સ્વ, અરવિંદ ભાઈ ગેવરીયા ની ભાવ પુર્ણ દ્વિતીય પુણ્યતિથિ ઉજવવામાં આવી…
Spread the love

કુંકાવાવ નજીક અમરાપુર (ધાનાણી) માં ગુરુદેવ મંડપ વાળા સ્વ, અરવિંદ ભાઈ ગેવરીયા ની ભાવ પુર્ણ દ્વિતીય પુણ્યતિથિ ઉજવવામાં આવી…

તા,૨૨ મોટી કુંકાવાવ નજીક આવેલ અમરાપુર ના સંતપ્રેમી તેમજ જાણીતા ગુરુદેવ મંડપ વાળા સ્વ,અરવિંદ ભાઈ ગેવરીયા ની આજે સાંજે ભાવપૂર્વક પુણ્યતિથિ ઉજવવામાં આવી સમસ્ત ગ્રામજનો તેમજ વિશાળ સંખ્યામાં સાધુ સંતો ની ઉપસ્થિતિ રહેલ હતી.તેમજ ગામને ધુવાડા બંધ ની રસોઇ પણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પધારેલ તમામ સાધુ સંતો નું ફુલહાર થી ભવ્ય સ્વાગત કરી ભેટપુજા પણ ગેવરીયા પરીવાર વતી શ્રી હેમાંગ ભાઈ અને અજય ભાઈ દ્વારા અર્પણ કરવામાં આવેલ હતી.

દત આશ્રમ ના ગાદિપતી વસંતગીરીબાપુ અમરાપુર, મહામંડલેશ્વર ૧૦૦૮ સ્વામી શ્રધ્ધાનંદગીરીબાપુ ધોરાજી, કનૈયાગીરીબાપુ ધારેશ્વર, વિક્રમગીરીબાપુ ઘેલા સોમનાથ, ઉદયગીરીબાપુ અમરેલી, વામનદાસબાપુ ગોંડલિયા સાકરીયા હનુમાનજી મંદિર કુંકાવાવ,રામમનોહરદાસબાપુ ગરીયા,ગીરનારી બાપુ ચણોદ,રસીકબાપુ ભજન મઢી ધારી,ભુવનેશ્વરગીરી માતાજી ધોરાજી, ભગવા રંગ ભોલે કા હસુગીરીબાપુ તથા એમની આખી ટીમ સહીત અનેક સંતો મહંતો પુજારીઓ આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અરવિંદભાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સાધુતા અને સાધુશાહી ની પરમપરા મુજબ ધર્મસભાનુ નું પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.જેમા સંતો દ્વારા ગેવરીયા પરીવાર ને ભાવ આશિર્વાદ અપાયા હતા.

સમગ્ર કાર્યક્રમ નુ સ્ટેજ સંચાલન અતુલપુરીબાપુ અમરેલી વાળા દ્વારા સુંદર રીતે કરવામાં આવેલ હતું રાત્રી ના ભવ્ય સંતવાણી આયોજન માં સુર આરાધક શ્રી પરશોતમપુરી ગોસ્વામી, શૈલેષ મહારાજ, જયરાજભાઈ વાળા, મનસુખભાઇ વસોયા વગેરે કલાકારો ની સંતવાણી એ શ્રોતાઓના દિલ ડોલાવ્યા હતા.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230123-WA0024-0.jpg IMG-20230123-WA0026-1.jpg IMG-20230123-WA0025-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!