ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બાળકો ને નાસ્તાનું વિતરણ કરાયું

ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બાળકો ને નાસ્તાનું વિતરણ કરાયું
ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ,ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા બાળકો ને નાસ્તાનું વિતરણ કરાયું
ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ, ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા બાળકો ને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. એક સેવાભાવી મિત્ર ના વરદ હસ્તે બાળકો ને નાસ્તા માટે દાન આપવામાં આવ્યું હતુ. આ સેવાના સહયોગ માટે સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યશ્રીઓ દ્વારા બાળકો નાસ્તો આપવામાં આવ્યો, બાળકોને નાસ્તો મળતાં જ આનંદ વિભોર બની ગયા હતા. જીવનમાં મુશ્કેલીઓ આવતા તેમાંથી કઈ રીતે બહાર નીકળવું અને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટેનો મંત્ર સંસ્થાના સ્થાપક પ્રકાશ પટેલ દ્વારા બાળકોને કહેવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા દાનદાતાઓનો હ્રદય થી આભાર માન્યો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ના ઈન્સ્ટોલેશન સમારોહમાં પ્રમુખ ના પદ પર ભાવનાબેન સાવલીયા ની સર્વાનુમતે બહુમતીથી વરણી થઈ હતી. જ્યારે તેમની સાથે બીજા અધિકારીઓની નિયુક્તી પણ કરવામાં આવી હતી. જેની શપથવિધિ સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ વડે કરાવવામાં આવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300