સોજા હાઈસ્કૂલ ઉપક્રમે સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી

સોજા હાઈસ્કૂલ ઉપક્રમે સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી
Spread the love

🇮🇳 સોજા હાઈસ્કૂલ ઉપક્રમે સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી 🇮🇳
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા”ના પ્રગણામાં ૭૪મા સ્વાતંત્ર્યદિનની ભવ્યતિભાવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોજા કેળવણી મંડળના
પ્રમુખશ્રી નારાયણભાઈ શીવરામદાસ પટેલ ના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉદઘાટક તરીકે જશવંતભાઈ અંબાલાલ મિસ્ત્રી તથા મુખ્ય મહેમાનપદે મહેન્દ્રસિંહ મનુભા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે દીપકભાઈ સી. પટેલ અને સોમાજી પ્રહલાદજી ઠાકોર તેમજ વિશેષ ઉપસ્થિતિમાં ઘનશ્યામસિંહ દિલાવરસિંહ ચાવડા(વરસોડા), અરવિંદભાઈ અમરતભાઈ મોદી, રમેશભાઈ મંગળદાસ પટેલ તથા અમરતભાઈ ગાંડાભાઈ પટેલ હાજર રહ્યા હતા. સોજા ગામની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ, સોજા પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાના બાળકો-શિક્ષકમિત્રો તથા વિશાળ સંખ્યામાં નાગરિકો અને ભૂલકાંઓ ઉપસ્થિત રહ્યા હતાં. શાળાના બાળકો દ્વારા અનેકવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમોની પ્રભાવી રજુઆત કરવામાં આવી હતી
હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકોએ પ્રદર્શિત કરેલ શોર્યગીતો અને “ગાંધીજીના વાનરો” ની પ્રતિકૃતિએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. “પંચામૃત સમારોહ” ના સફળ આયોજનથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બની રહ્યું હતું. શિસ્તબદ્ધ રીતે ગણવેશમાં સુસજજ
એન.સી.સી, સ્કાઉટ ગાઈડ અને ઊર્જા રક્ષક દળના બાળકો અલગ જ છાપ છોડી જતાં હતાં. આમંત્રિત અતિથિ વિશેષશ્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં આપણા શહીદ શૂરવીરોએ આપેલ બલિદાનની ઝાંખી કરાવી હતી અને અમૂલ્ય આઝાદી તથા નૈતિક મૂલ્યોને બચાવવા-જાળવવાની હાકલ પણ કરી હતી. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષિકા શ્રીમતી નીરૂબેન એસ. પટેલને સન્માનપત્રથી અભિવાદિત કરવામાં આવ્યાં હતાં. શાળાના તેજસ્વી તારલાઓને વિવિધ દાતાશ્રીઓના વરદ હસ્તે ચાંદીના સિક્કા અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. વર્ગખંડમાં સાઉન્ડ સિસ્ટમ અને સ્પીકરના દાતાશ્રીઓના વરદ હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!