શ્રી બળદિયા કન્યા તેમજ કુમાર શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

શ્રી બળદિયા કન્યા તેમજ કુમાર શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભુજ તાલુકાના બળદિયા ગામની બળદિયા કન્યા તેમજ કુમાર શાળામાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કુમાર શાળાના શિક્ષક મૌલિકભાઈ પટેલે ધ્વજવંદન વિધિ કરાવી હતી. ગામની દીકરીઓ તેમજ શાળાના શિક્ષિકાઓ પ્રિયાબેન મેપાણી તેમજ જીનલબેન શેખને સ્મૃતિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બળદીયા કન્યા શાળાના આચાર્યશ્રી ગોરધનભાઈ વાઘેલાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ બળદિયા કુમાર શાળાના શિક્ષિકા શ્રીમતી સોનલબેન ગોમતીવાલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ગામના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકો, બળદિયા કન્યાશાળા તેમજ બળદિયા કુમારશાળાના બાળકોએ ખૂબ જ સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા. બાળકોએ 14 કૃતિઓ રજૂ કરી હતી. દાતાઓએ સુંદર મજાના કાર્યક્રમ માટે બાળકોને સારો એવો દાનનો ફાળો પણ આપ્યો હતો. કાર્યક્રમના અંતે કુમારશાળાના આચાર્યશ્રી સમીમભાઈ શેખ સાહેબે આભાર વિધિ કરી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા જુગનીબેન પિત્રોડાએ કર્યું હતું. શ્રી બળદિયા કન્યાશાળાના શિક્ષિકા જુગનીબેન પિત્રોડાને શિક્ષણમાં કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પ્રતિભાશાળી પ્રમાણપત્ર મેળવીને જુગનીબેન પિત્રોડાએ શ્રી બળદિયા કન્યાશાળાનું નામ રોશન કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300