માંગરોળ તાલુકા ભાજપ ની કારોબારી તેમજ ડેટા મેનેજમેન્ટ માટે ની બેઠક મળી

આજ રોજ તા.૨૮/૧/૨૦૨૩ના રોજ પ્રદેશ,જિલ્લા ભાજપની સૂચના થી માંગરોળ તાલુકા ભાજપ ની કારોબારી તેમજ ડેટા મેનેજમેન્ટ માટે ની બેઠક બોલાવવામાં આવી જે ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક હોય પ્રથમ દીપ પ્રાગટ્ય કરી પ્રભારીશ્રી અને ધારાસભ્યના સનમાન તા.ભાજપ પ્રમૂખ દાના ભાઈ બાલસ અને મહામંત્રી પરબત જોટવા દ્વારા કરી કારોબારી પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાતમાં ૧૫૬ સીટ થી વિજય મળતાં અને વિશેષ માંગરોળ તાલુકા ને બે ધારાસભ્ય દેવાભાઈ માલમ અને ભગવાનજી ભાઈ કરગઠીયા મળ્યા જે બન્ને હાજર રહી આભાર પ્રસ્તાવ અને અભિનદન આપતો ઠરાવ વાંચવા મા આવ્યો અને ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ એ આગામી લોકસભા ચૂંટણી માટે ની તૈયારીઓ લાગી જવા હાકલ કરી હતી સાથે માંગરોળ તાલુકામા શ્રેષ્ઠ સરપંચ તરીકે નુ બિરુદ પામેલા રવિ ભાઈ નંદાણીયા નુ પણ ભાજપ ધારાસભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું, તેમજ તાલુકા ના પ્રભારી શ્રી ચંદુભાઈ મકવાણા દ્વારા સંગઠન અને સરલ એપ વિશે ની ખૂબ સુદ્રઢ રીતે માહિતી આપી હતી.સાથે તાલુકા ભાજપ મહિલા મોરચા રંજનબેન બામરોટીયા અને દામીની બેન બારીયા ને પણ સત્કારવા આવેલ અને જિલ્લા ભાજપ આગેવાન અરજણભાઈ પિઠીયા દ્વારા આવી ઠંડી અને લગ્નો ની સીઝન મા પણ ટાઈમ કાઢી ખૂબ સારી એવી સંખ્યામાં કાર્યકર્તા ઓની હાજરી નો આભાર માનેલ આ બેઠક નુ સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300