જામનગર : રંગમતી નદીમાં ગેરકાયદે ઊભૂં કરાયેલું દબાણ હટાવતી એસ્ટેટ શાખા

જામનગરમાં ગાંધીનગર સ્મશાન પાછળ રંગમતી નદીમાં ગેરકાયદે ઊભૂં કરાયેલું દબાણ હટાવતી એસ્ટેટ શાખા
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં સ્મશાનની પાછળના ભાગમાં રંગમતી નદીમાં એક શખ્સ દ્વારા આશરે ૧,૫૦૦થી ૨,૦૦૦ ફૂટ જેટલી જગ્યામાં દબાણ કરાયું હતું, જેને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ દૂર કર્યું છે.
આ કાર્યવાહીની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં સ્મશાનની પાછળના ભાગમાં રંગમતી નદીનું વહેણ પસાર થાય છે, તે સ્થળે ગીરીરાજસિંહ નામના એક શખ્સ દ્વારા દબાણ કરી લેવાયું હતું, અને નદીના વહેણ ઉપર થી ૧,૫૦૦ ફૂટ થી વધુની સરકારી જગ્યામાં દબાણ કરી નદીનું વહેણને રોકી દેવામાં આવ્યું હતું.
જે અંગેની ફરિયાદ મળતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમની ટીમ સાથે આજે સવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને ગેરકાયદે દબાણ દૂર કરી નદીનું વહેણ ખુલ્લું કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ વેળાએ દબાણ કર્તા દ્વારા સંઘર્ષ કરવામાં આવ્યો હતો, અને ઉપરોક્ત જગ્યા પોતાની હોવાનું અને ૮-૧૨ ના ઉતારામાં તેની નોંધ હોવાનું જણાવ્યું છે. જે મામલે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખરાઈ કરવામાં આવતાં હકીકતે આ નદીનું વહેણ હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300