વગર લાયસન્સે ઉંચુ વ્યાજ વસુલ કરતા ઇસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

વગર લાયસન્સે ઉંચુ વ્યાજ વસુલ કરતા ઇસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ
Spread the love

વગર લાયસન્સે ઉંચુ વ્યાજ વસુલ કરતા ઇસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

ખેરગામ ,

“વગર લાયસન્સે ઉંચા વ્યાજદરથી નાણા ધીરાણ ક૨ી અવેજમાં જરુરીયાત મંદ લોકોના ટુ વ્હીલ અને ફોર વ્હીલ વાહનો ફરજીયાત પણે પોતાની પાસે જમા રાખી ઉંચુ વ્યાજ વસુલ કરતા ઇસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ “

મે.પોલીસ અધિક્ષક,નવસારી શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ (આઇ.પી.એસ) નાઓ દ્વારા ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉંચા વ્યાજ દરે નાણા ધીરાણ કરી સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઇસમો વિરુધ્ધ દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સુચના તથા જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા શ્રી એસ.કે.રાય ના.પો.અધિ.સા.શ્રી નવસારી વિભાગ નાઓ દ્વારા પણ જરુરી સુચના આપવામા આવેલ.

જે આધારે ગઇ કાલ તા.૨૮/૦૧/૨૦૨૩ ના રોજ ખેરગામ પોલીસ ટીમને બાતમી હકીકત મળેલ કે, નારણપોર કાદવળીયું કળીયા ખાતે રહેતા ભીખુભાઇ રમણભાઇ પટેલ તેના ધરે ગેર-કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરે છે, અને રૂપીયાની જરૂરીયાતવાળા માણસો પાસેથી તેમના ટુ વ્હીલ અને ફોર વ્હીલ વાહનો બળજબરી પુર્વક પોતાની પાસે ગીરવે રાખી જરૂરીયાત મજુબના રૂપીયા આપી તેના ઉપર પુષ્કળ વ્યાજ ઉપરાવે છે. જે હકીકત આધારે પંચો રુબરુ હકીકત વાળી જગ્યા ઉપર ખાત્રી કરતા આરોપી ભીખુભાઇ રમણભાઇ પટેલ પાસેથી જરુરીયાત વાળા લોકો પાસેથી તેમના ટુ વ્હીલ/ફોર વ્હીલ વાહનો પોતાની પાસે જમા રખાવી જરુરીયાત મુજબના નાણા ૫% માસિક વ્યાજ દરે આપેલ હોવાની વ્યાજ વટાવની જુદી જુદી નોંધો કરેલ રજીસ્ટર મળી આવેલ. સદર આરોપીની વધુ પુછપરછ કરતા વ્યાજ વટાવના કામે જરુરીયાત મંદ લોકો પાસેથી ફરજીયાત પણે જમા લીધેલા વાહનો પોતાના ઘરના ઢોરના કોઢાર તથા પેજારીમાં તાડપતરીથી ઢાકી સંતાડી જમા રાખેલા ટુ વ્હીલ વાહનો નંગ-૨૦ તથા ફોર વ્હીલ વાહન નંગ-૦૧ મળી કુલ ૨૧ વાહનો કીંમત રુપિયા ૧૦,૬૦,૦૦૦/- તથા વ્યાજે નાણા લેનાર ઇસમ જો માસિક ૫% વ્યાજ નિયત સમયે ભરીના શકે તો તેની પાસેથી બળજબરી પૂર્વક માસિક ૭% ના દરે લીધેલ વ્યાજની રકમ રુપિયા ૭,૮૮૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિંમત રુપિયા ૫૦૦૦/- મળી કુલ રુપિયા ૧૦,૭૨,૮૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ખેરગામ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A નંબર-૧૧૮૨૨૦૦૪૨૩૦૦૯૬/૨૦૨૩ તા:૨૯/૦૧/૨૦૨૩ ઇ.પી.કો.કલમ.૩૮૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ કલમ-૪૦-૪૨-એ.ડી. મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ શ્રી જે.વી.ચાવડા ખેરગામ પો.સ્ટેનાઓએ હાથ ધરેલ છે.

ગુનામાં સંડોવાયેલ આરોપી :- ભીખુભાઇ S/O રમણભાઇ બાબરભાઇ પટેલ ઉ.વ.-૪૮ ધંધો-ખેતી તથા ડેરી રહેવાસી- નારણપોર કાદવળીય ફળીયા રોડ ઉપર તા.ખેરગામ જી.નવસારી

ગુનાના કામે કબજે કરવામાં આવેલ મુદામાલની વિગત :-

(૧) વ્યાજ વટાવની જુદી જુદી વિગત લખેલ રજીસ્ટર કિંમત રૂ.૦૦/૦૦

(ર) વ્યાજના આવેલ રોકડા રૂપિયા-૭,૮૮૦/-

(૩) મોબાઇલ ફોન નંગ- ૦૧ કિ.રૂપિયા ૫,૦૦૦/- તથા

(૪) નાણાની જરૂરીયાત વાળા ઇસમો પાસેથી નાણાની અવેજમાં ફરજીયાત પણે પોતાની પાસે જમા રાખેલા ટુ વ્હીલ વાહનો કુલ નંગ-૨૦ (૧) ગ્રે કલર ની એક્ટિવા GJ-15-AH-501 જેની કિ.રૂ.૪૦,૦૦૦/-

(ર) કાળા કલરની હિરો સ્પેલેંડર પ્લસ-GJ-15-D5-2442 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- (૩)કાળા કલરની લાલ પટ્ટાવાળી હિરો સ્પ્લેન્ડર પ્લસ-GJ-21-BP-7980 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- (૪)કાળા કલરનું લાલ પટ્ટાવાળુ હિરો પ્લસનું-DD-03-F-6246 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- (૫)કાળા કલરની સિલ્વર પટ્ટાવાળુ સ્પેલેંડર પ્રો-GJ-21-AN-3394 જેની કિ.રૂ.૪૦,૦૦૦/- (૬) સિલ્વર કલરનું હોન્ડા કંપનીનુ ઇટ્રેનો મોપેડ-GJ-15-KK-3677 જેની કિ.રૂ.૩૦,૦૦૦/- (૭)લાલ કલરનું હિરો મેસ્ટ્રો મોપેડ-GJ-15-BF-9804 જેની કિ.રૂ.૩૦,૦૦૦/- (૮)સફેદ કલરનું હોન્ડા એક્ટિવા 36 મોપેડ GJ-15-BG-2441 જેની કિ.રૂ.૪૦,૦૦૦/- (૯) સફેદ કલરની યામહા આલ્ફા મોપેડ GJ-15-BE-6361 જેની કિ.રૂ.૩૦,૦૦૦/- (૧૦)કાળા કલર નું બ્લુ પટ્ટાવાળ હિરો હોન્ડાકંપનિનુ પ્લેંડર મોસા GJ-15-CC-73 જેની કિ.રૂ.૪૦,૦૦૦/-

(૧૧)કાળા કલર્ની સિલવર પટ્ટાવાળી હિરો પ્લેંડર પ્રો મોસા-GJ-21-BA-6540 જેની કિ.રૂ.૪૦,૦૦૦/-

(૧૨)કાલા કલરની હોન્ડા યુનિકોર્ન-160-GJ-15-BH-3118 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- (૧૩)કાળા બ્લુ કલર નું બજાજ એવેન્જર મોસા-GJ-15-BJ-5311 જેની કિ.રૂ.૭૦,૦૦૦/- (૧૪)કાળા કલર નુ ગ્રીનપટ્ટાવાળી પેસન પ્રો મોસા-GJ-21-BP-0844 જેની કિ.રૂ.૪૦,૦૦૦/-

(૧૫)હિરો સ્પ્લેડર પ્લસ કાળા કલરની લાલ પટ્ટાવાળી મોસા-GJ-21-BP-6678 જેની કિ.રૂ.૪૦,૦૦૦/-

(૧૬)કાળા કલર્ની સિલવર પટ્ટાવાળી હિરો એંડર પ્લસ-GJ-15-DK-4134 જેની કિ.રૂ.૪૦,૦૦૦/-

(૧૭)કાળા કલરની હિરો હોન્ડા પેસન પ્રો મોસા-GJ-15-AL-5208 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- (૧૮)કાળા કલર્ની લાલ પટ્ટાવાળી પેસન પ્રો મોસા-MH-05-C-5938 જેની કિ.રૂ.૫૦,૦૦૦/- (૧૯)કાળા કલરી સિલવર પટ્ટાવાળી હિરો સ્પ્લેડર પ્લસ-GJ-21-BD-0949 જેની કિ.રૂ.૪૦,૦૦૦/-

(૨૦)કાળા કલરર્ની સિલવર કિ.રૂ.૪૦,૦૦૦/-તથા

પટ્ટાવાળી હિરો પ્લેંડર પ્લસ-GJ-15-BP-4071 જેની

(૫) ફોર વ્હીલ વાહન નંગ-૦૧ સફેદ કલરની મારૂતિ સુઝુકી ઇકો સ્ટાર- GJ-21-CA-6137 જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે મુદામાલ રૂપિયા-૧૦,૭૨,૮૮૦/- કબજે કરવામાં આવેલ છે.

(૩) કામગીરી કરનાર ખૈરગામ પોલીસ ટીમના સભ્યો :-

પો.સ.ઇ જે.વી.ચાવડા, એ.એસ.આઇ ફણાલ મોહનલાલ, અ.હેડ.કો.સંદીપભાઇ રમેશભાઇ તથા અ.હે.કો.બીપીનભાઇ કાંતુભાઇ તથા અ.હે.કો. જયેશભાઇ જેકીશનભાઇ તથા અ.હે.હો.હિતેશભાઇ નટુભાઇ તથા અ.પો.કો નરસિંહા શંકરસિંગ તથા આ.પો.કો. જયેશભાઇ રવજીભાઇ તથા વૃ.પો.કો. જાગૃતિ સુમનભાઇ

રીપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!