વાગરા ગામમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો

વાગરા ગામમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો
Spread the love

વાગરા ગામમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયા દ્વારા ઘરડા કેમિકલ્સ લિમિટેડ ના સહયોગ થી વાગરા ગામમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો, ૩૦૦ થી વધુ વડીલોના સ્વાસ્થ્યની તપાસ અને નિદાન કરાયું

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયા દ્વારા ગરધા કેમિકલ્સ લિમિટેડ ના સહયોગ થી વાગરા ગામમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો, ૩૦૦ થી વધુ વડીલોના સ્વાસ્થ્યની તપાસ અને નિદાન કરાયું
ઘરડા કેમિકલ્સ લિમિટેડના CSR પ્રોજેક્ટ અંતર્ગત લોકોના આરોગ્યના લાભાર્થે રવિવારે નિઃશુલ્ક નિદાન અને સારવાર અર્થે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. વાગરા ગામ ખાતે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ૮ સ્પેસિયાલિસ્ટ તબીબો દ્વારા ૩૦૦ થી વધુ વડીલોના આરોગ્યની તપાસ કરી નિદાન કરાયું હતું.
જેમાં મેડીસીન (ફિજીશીયન) વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, આંખ ના રોગોનો વિભાગ, દાંત રોગોનો વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, બાળ રોગોનો વિભાગ, કાન-નાક-ગળા નો વિભાગ, ચામડી ના રોગોનો વિભાગ.
વધુ સારવાર કે ઓપરેશનની જરૂર રહેલા દર્દીઓને પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર આપવામાં આવનાર છે.
આજના મેડિકલ કેમ્પમાં પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ના ૮ સ્પેસિયાલિસ્ટ ડૉક્ટર, માર્કેટિંગ મેનેજર નીતિન શર્મા, પબ્લિક રિલેસન ઓફિસર પંકજ પાટણવાડીયા, ઘરડા કેમિકલ્સ લિમિટેડના કોર્પોરેટ મેનેજર શ્રી ગોપાલ રાઠવા, ભાજપ કિશાન મોરચા ના પ્રમુખ શ્રી જયપ્રકાશ પટેલ, વાગરા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલ, તથા ગામ ના આગેવાનો જોડાયા હતા.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!