પેપર ફુટવા નો સીલસીલો યથાવત આજે લાખો વિદ્યાર્થીઓ ના સપના ચકનાચૂર થયા

સરકાર દ્વારા દર વખતે મોટા મોટા દાવા પરંતુ પરિણામ શું…?
વારંવાર પેપર ફૂટવાના બનાવો થી સરકાર કોઈ બોધપાઠ કેમ નથી લેતી કેમ આને રોકવાની સરકાર પાસે કોઈ ફોર્મ્યુલા નથી દરેક વખતે વિધાથીર્ઓ ને સહન કરવાનું મા બાપ ના ટ્યુશન પૈસા ઝાડ પર નથી ઉગતા વિધાથીર્ઓ તનતોર મહેનત કરી પરિક્ષા આપવા જાય છે અને આવું થાય ત્યારે વિધાથીર્ઓ નાશિપાત થાય છે તેમની વેદના સમજો!
સરકાર ક્યારે પેપર લીક ને થીગડું મારશે…?
હજું તો જાન લઈને નીકળ્યા ત્યાં સામે થી સમાચાર આવ્યા દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઈ! આવી પરિસ્થિતિ નો સામનો ક્યાં સુધી વિધાથીર્ઓ એ કરવો પડશે વારંવાર ના પેપર લીક કાંડ થી વિધાથીર્ઓ નું મનોબળ તૂટી રહ્યું છે તે વિશે ગંભીર તા દાખવવી કોણી જવાબદારી ?
પેપર લીક થયા પછી મોટી મોટી વાતો અને પછી એનું એ જ કોઇ નક્કર આયોજન ખરું?
ચુંટણી જીતવામાં અને ઇ વી એમ જાળવણી માં જેટલી મહેનત કરવામાં આવે છે તેટલી આમાં કેમ નહીં? વિધાર્થીઓના હિત સંબંધી તમારી કોઈ જવાબદારી નથી?
બહું થયું હવે ગાજવા ની જગ્યાએ લાજવા નું રાખો!
સરકારે આ બાબતે નૈતિક તા દાખવી કડક માં કડક દાખલા રૂપ કાયૅવાહી કરવી જોઈએ જેથી આ બાબત નું પુનરાવર્તન વારંવાર ન થાય
રીપોર્ટ,મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300