ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઇ લોકાર્પણ દ્વારા આયોજિત ઓનલાઈન કવિ સંમેલન ગુજરાતીમાં યોજાયું

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઈકાઇ લોકાર્પણ દ્વારા આયોજિત ઓનલાઈન કવિ સંમેલન ગુજરાતીમાં યોજાયું
૩૦ જાન્યુઆરી ૨૦૨૩ સોમવારે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે શહીદોને કાવ્ય રૂપે શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં એક દિવસીય ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે વરિષ્ઠ પત્રકાર ઉપેન્દ્ર પટેલ, અતિથિ વિશેષ લોકાર્પણ ન્યુઝ ના તંત્રીશ્રી ગૌરાંગ સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં કવિ મિત્રોને શુભેચ્છા પાઠવી હતી બંને મહાનુભાવો નો પરિચય સંસ્થા અધ્યક્ષ ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો.દીપ પ્રાગટ્ય બાદ સરસ્વતી વંદના ઉષા બેન દાવલા દ્વારા પુષ્પો વર્ષા પ્રીતિ પરમાર ‘પ્રીત’ દ્વારા વહેલી સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો હતો. કવિ મિત્રોએ પોતાના સમયની અનુકૂળતા મુજબ રચનાઓ રજૂ કરી હતી. ‘એવું લોચનયું સુનો કાગળ વિના’ ભજન કવિશ્રી મણીલાલ શ્રીમાળી મિલન દ્વારા રજુ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ને અંતે રાષ્ટ્રગાન શિક્ષીકા બહેન નસીમા ખોખર દ્વારા રજૂ કરવામાં આવ્યું આભાર વિધિ મધુબેન રાઠોડ દ્વારા કરાવવામાં આવી હતી. વોટશોપમંચ 152 થી ખીચોખીચ ભરેલો હતો. ચાલુ કાર્યક્રમની અંદર સુંદર ડીજીટલ પ્રમાણપત્રનું વિતરણ સંસ્થા પ્રમુખશ્રી ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા કરવામાં આવ્યું. ગુજરાતના ખૂણે ખૂણે થી રચનાકારો એ કવિતાના માધ્યમથી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મહાત્મા ગાંધી બાપુ ને શત્ શત્ વંદન. જય હિંદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300