પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૦૦૦ કરોડની જોગવાઇ
પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૦૦૦ કરોડની જોગવાઇ
લોકોના આરોગ્ય અને જીવનધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકારે ભગીરથ પ્રયત્નો કરેલ છે. રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના આ દિશામાં રાજ્ય સરકારની એક મોટી ઉપલબ્ધિ છે. આદિજાતિ વિસ્તારના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ કરવામાં આવેલ છે.
• નલ સે જલ યોજના અંતર્ગત `૨૬૦૨ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારમાં ૩૦૫૨ ગામોને આવરી લેતી અંદાજિત કિંમત `૪૦૦૯ કરોડની ૬૪ યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જયારે ૨૫૯૨ ગામોને આવરી લેતી અંદાજીત રકમ `૨૩૬૨ કરોડની ૬૬ યોજનાના કામો આયોજન હેઠળ છે. આ યોજનાઓ માટે `૯૦૯ કરોડની જોગવાઇ.
• સૌરાષ્ટ્રમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ધરાઇ-ભેસાણ અને ઢાંકી-નાવડા બલ્ક પાઇપલાઇનના કામો અમલમાં મૂકેલ છે. જે કામો માટે
`૮૦૦ કરોડની જોગવાઇ.
o બુધેલથી બોરડા સુઘીની ૫૬ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત `૩૭૬ કરોડના કામો પુર્ણતાના આરે.
o બોટાદ, રાજકોટ અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડા થી ચાવંડ સુધીની ૮૫ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજે `૬૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
o અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની ૯૭ કિ.મી. બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત `૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
o જૂનાગઢ જિલ્લા માટેની ઘરાઇથી ભેંસાણ સુધીની પાણી પૂરું પાડવા માટેની ૬૩ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત `૩૯૨ કરોડના કામો પ્રગતિ હેઠળ.
• પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાની સાથે લોકસહકારથી તેના કરકસરભર્યા ઉપયોગ માટે સરકાર પ્રયત્નશીલ છે આ હેતુસર,
o ગુજરાત ઘર વપરાશ પાણી(સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ અંતર્ગત પાણીનું વિતરણ કરતી ૬૫૦૦ ગ્રામ પંચાયતો અને ૩૬૩ જૂથ યોજના હેઠળના ૨૦૦૦ હેડવર્ક્સ, પાણી વિતરણના સ્થળોનું વોટર ઓડિટ પૂર્ણ કરેલ છે.
o પાણીના પરિવહન અને વિતરણમાં જવાબદેહી લાવવા અને પાણીનો બગાડ અટકાવવા ૨૨૦૦ જેટલા અગત્યના સ્થળો ઉપર વોટરફ્લો મીટર લગાડવાની અને અંદાજે ૫૦૦ જેટલા હેડવર્ક્સ ઉપરથી પાણીની ગુણવત્તાની માપણી અને તેના મોનિટરીંગની વ્યવસ્થા પ્રગતિમાં છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300