સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઇ
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઇ
રાજ્ય સરકારની દૂરંદેશિતાપૂર્ણ વિકાસલક્ષી દ્રષ્ટિને સુગમ સુશાસનનો આધાર જરૂરી છે. લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સઘન આયોજન સુનિશ્ચિત કરી તેના અમલીકરણ માટે આંકડાકીય અને આઉટકમ બેઝડ માળખાની જરૂરિયાત રહે છે.
ઇ-ગવર્નન્સના ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઈને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા સરકાર કાર્યરત છે. કર્મયોગીઓને તાલીમબદ્ધ કરી લોકાભિમુખ વહીવટ અને પ્રોએક્ટિવ ગવર્નન્સની ભાવનાને સાકાર કરવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. રાજ્યની વહીવટી કાર્યપદ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવેલ છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ(SDG) અને નીતિ આયોગ દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં નક્કી કરેલ લક્ષ્યાંકોને હાંસલ કરી રાજ્યના લોકોની સુખાકારી અને માનવ સૂચકાંકમાં વૃદ્ધિ માટે એકશન પ્લાનનો સમયબદ્ધ રીતે અમલ કરવા રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે. આ હેતુસર નીતિ આયોગની પેટર્ન પર રાજ્યમાં સરકારી યોજનાઓના આયોજન, અમલીકરણ અને આઉટકમના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવા રાજ્ય આયોગ (નીતિ ગુજરાત)ની સ્થાપના કરવામાં આવશે.
ઇ-ગવર્નન્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ એચ.આર.નું આયોજન કરવામાં આવેલ છે.
• વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે `૧૩૧૦ કરોડની જોગવાઇ.
• સમતોલ વિકાસ કરવા માટે નીતિ આયોગ દ્વારા નિયત કરેલ એસ્પિરેશનલ તાલુકાઓના વિકાસ માટે `૧૩ કરોડનું આયોજન.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300