મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૧૪૦ કરોડની જોગવાઇ

મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૧૪૦ કરોડની જોગવાઇ
Spread the love

મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૧૪૦ કરોડની જોગવાઇ

જમીન તેમજ મહેસૂલી વ્યવસ્થાપનનું ઉત્તરોત્તર સરળીકરણ અને ડિજિટાઇઝેશન કરી લોકોને ઘરેબેઠા સેવાઓ આપવા અને પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ છે. હવે ડિજિટલ સિગ્નેચર સાથેનું ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી રહે તેવી પદ્ધતિ સરકારે અમલમાં મૂકેલ છે. મહેસૂલી દસ્તાવેજોની નોંધણી માટે નાગરિકો પોર્ટલ પર ડેટા એન્‍ટ્રી કરીને ઇન્‍ડેક્ષ-૨ની સર્ટીફાઇડ નકલો પણ ઓનલાઇન મેળવી શકે છે. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ કરવાનું મોટું અભિયાન હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું છે.
• પાટણ ખાતે નવી કલેકટર કચેરી અને ઈડર, બાબરા, ઉપલેટા, માળીયા (હાટીના), ઉંઝા અને ભિલોડા ખાતે મામલતદાર કચેરીઓના બાંઘકામ માટે `૪૬ કરોડની જોગવાઇ.
• ૬-સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવનના નવીન બાંધકામ માટે `૩૫ કરોડની જોગવાઈ.
• નાગરિકોને વધુ સારી સુવિધાઓ માટે રાજ્યની સબ રજીસ્ટ્રાર અને સ્ટેમ્પ કચેરીઓના રિનોવેશન અને અપગ્રેડેશન માટે `૭ કરોડની જોગવાઇ.
• મહેસૂલ તંત્રની વિવિધ કચેરીઓના રેકર્ડ અને દસ્તાવેજોના ડિજિટાઇઝેશન માટે `૫ કરોડની જોગવાઇ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

LOKARPAN-@-Official-✍🏻-20230224_130235.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!