સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ની મુલાકાતે CEO ઓફ સમસારા ગ્રુપ ના મોભી

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ની મુલાકાતે CEO ઓફ સમસારા ગ્રુપ ના મોભી
Spread the love

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ની મુલાકાતે CEO ઓફ સમસારા ગ્રુપ ના મોભી ઓઝા પરિવારે સવા કરોડ ના અનુદાન નું જાહેર કર્યું

ભાવનગર સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં અગાઉ છેલ્લા ત્રણ વર્ષ આપણી હોસ્પિટલને માતબર રકમનું અનુદાન આપનાર ભાવનગરનાં વતની મુંબઈ સ્થિત ગૃપ પ્રેસીડેન્ટ એન્ડ CEO ઓફ સમસારા ગ્રુપ શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ તથા તેમની કંપનીના કોમર્શિયલહેડ શ્રી તાહેરભાઇ ભારમલ સાહેબ તા.૦૩.૦૩,૨૦૨૩ નાં રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓ દરેક વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખૂબજ પ્રભાવિત થયા હતા. તેમણે નિર્માણાધિન હોસ્પિટલ બિલ્ડીંગ માટે રૂા.૧.૨૫ કરોડ (સવા કરોડ) નું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે ઉપરાંત શ્રીમતિ હિનાબેન મુકેશભાઈ ઓઝા દંપતી દ્વારા આગામી પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂા.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા હોસ્પિટલને અનુદાન આપવાનો શુભસંકલ્પ કરેલ છે તેમજ તેઓ દરવર્ષે આપણી હોસ્પિટલને સહાયરૂપ થવા સંમત થયા છે.
તેઓશ્રીનું હોસ્પિટલમાં પૂર્વ પ્રમુખશ્રી-ખીમજીભાઇ દેવાણી, મેડીકલ સુપ્રિ. ડૉ. નટુભાઇ ૨ાજપ૨ા સાહેબ અને મંત્રી-બી.એલ.રાજપરા દ્વારા બધાજ ડોકટર મિત્રોની ઉપસ્થિતમાં મોમન્ટો, શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી મુકેશભાઇ ઓઝા તથા તેમનાં પરીવારજનોનો હધ્યપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230306-WA0008.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!