સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણી માટે ૫૦૦ પોઈન્ટ તૈયાર કરાયા

ગીર અને રક્ષિત જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણી માટે ૫૦૦ પોઈન્ટ તૈયાર કરાયા
સોલાર પંપ તેમજ ટ્રેક્ટર ટેન્કર સહિત વિવિધ માધ્યમથી વન વિભાગે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે
જુનાગઢ : ગીરના જંગલમાં ઉનાળો આવતા પાણીના કુદરતી પોઇન્ટ નહીવત થઈ જતા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દર વર્ષે પાણીના કુત્રીમાં પોઇન્ટ તૈયાર કરે છે .ચાલુ વર્ષે ૫૦૦ જેટલા પાણીના પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે .જેમાં વિવિધ સ્ત્રોતથી પાણી ભરવામાં આવી રહ્યું છે.
ગીર વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી આરાધના શાહુએ જણાવ્યું છે કે દર વર્ષની એસ.ઓ.પી મુજબ ફેબ્રુઆરીમાં સર્વે કરીને જ્યાં પાણીના કુદરતી વહેણ ઓછા થઈ ગયા હોય કે સુકાઈ ગયા હોય ત્યાં વન્ય પ્રાણી માટે પાણીની કુંડીઓ ભરવામાં આવે છે. ગીર અને આસપાસના પ્રોટેક્ટેડ જંગલ વિસ્તારમાં હાલ પાણીના ૫૦૦ પોઈન્ટ પર વન વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ માધ્યમથી દરરોજ પાણી ભરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
ગીરમાં અમુક વિસ્તારમાં સોલાર કે પવનચક્કી દ્વારા પંપ મારફત પાણી ભરવામાં આવી રહ્યું છે. અને જ્યાં આવી વ્યવસ્થા નથી ત્યાં ટેન્કર કે ટ્રેકટર દ્વારા બહારથી પાણી લાવીને પાણીના કુંડા ભરવામાં આવે છે.
રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાતની સમીક્ષા કરીને વન્ય પ્રાણીઓની ખેવના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓ માટે પાણીના કુત્રિમની વ્યવસ્થા વરસાદ થાય ત્યાં સુધી ચાલતી હોય છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300