પીડિત મહિલાના ઝઘડા નું સુખદ સમાધાન કરાવતું કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર

ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી કંટાળી ને આપઘાત કરતી પીડિત મહિલાના ઝઘડા નું સુખદ સમાધાન કરાવતું કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર
જૂનાગઢ : ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી કંટાળી ને આપઘાત કરતી પીડિત મહિલાના ઝઘડા નું સુખદ સમાધાન કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્રારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતુ.
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ભાંભી ચંદ્રેશ તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી વારસુર મુકેશ તેમજ ભાટ ભાવેશ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર કેશોદ) ખાતે ૨૦૧૪ થી કાર્યરત છે. આ સેન્ટર પર સાસુ વહુના ના ઝગડા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. અરજદાર બહેન આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને તે છેલ્લા ૭ મહિનાથી પિયરમાં હતા. બન્ને પક્ષને બોલાવી ને સમજાવવામાં આવ્યા હતા. જેમાં બંને પક્ષને બોલાવીને વ્યક્તિગત તેમજ જુથ મિટિંગ કરી બન્ને પક્ષને સમજાવવામાં આવ્યા હતા. આમ, પતિ-પત્ની અને સાસુનું મહિલા કાઉન્સેલર મહિડા એસ આર. અને ગોંડલીયા જે. એસ. દ્વારા સુખદ સમાધાન કરાવ્યું હતુ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300