માંગરોળના કામનાથ રોડ પર આવેલ વડલાઓમાં આગ લાગતા સંજીવની નેચર ફાઉન્ડેશન ની ટિમે ભારે જહેમત બાદ આગ બુજાવી

વડલાઓમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાંજ સંજીવની નેચર ફાઉન્ડેશન ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
માંગરોળ નગર પાલીકા ફાયર બ્રિગેડ ખરાબ હોય સામાજીક વનીકરણ RFO મેડમને જાણ કરવા માટે સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નરેશ ગીરી ગોસ્વામી દ્વારા ફોન કરવામાં આવતા જવાબદાર અધિકારી દ્વારા ફોન રીસીવ ન કરવામાં આવતા તાત્કાલિક પાણી નું પ્રાઇવેટ ટેન્કર મંગાવી આગ કાબુમાં લેવામાં આવી હતી
એક મહિનામાં એક જ જગ્યા ઉપર આગ લાગવાનો આ સતત ત્રીજો બનાવ બન્યો હોય સામાજીક વની કરણની ઘોર બેદરકારીના કારણે અવારનવાર કામનાથ રોડ ઉપર વૃક્ષો સળગાવવાના બનાવો બનતા રહેતા હોય છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના કામનાથ રોડ કોટડા ફાટમ વિસ્તારમાં રાત્રીના સમયે 4 જેટલા વડલાઓમાં આગ લાગવાની ઘટના બની હતી.
ઘટનાની જાણ માંગરોળ ની સંજીવની નેચર ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી નરેશગીરી ગૌસ્વામી ને થતાંજ તેઓ સંજીવની નેચર ફાઉન્ડેશનના દેવરાજભાઇ સરવૈયા,સાવનભાઇ સિંધવા,રાહુલભાઇ વાઘેલા, સહિતના સભ્યોની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ સંજીવની નેચર ફાઉન્ડેશનની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ રોડ ઉપર શ્રી કામનાથ મહાદેવનું અતિ પૌરાણિક ધાર્મિક મંદિર આવેલું છે છે :જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામા આ મંદિર હિન્દૂ ધર્મ નું આસ્થાનું પ્રતીક છે
આ રોડ ઉપરના અતિ પૌરાણિક અને ઘટાટોપ વડલા ઓ ના કારણે રસ્તાની પૌરાણિક છબી નું દર્શન કરાવે છે
શ્રી કામનાથ મહાદેવના મંદિરે દૂર દૂરથી હિન્દૂ ધર્મના લોકો દર્શન કરવા આવે છે તેમજ ચોમાસાની ઋતુમાં આહ્લાદક દ્ર્શ્યો જોવા મળે છે અને દર્શનાર્થી ઓ ખુબજ બહોળી સંખ્યામાં અહીં પગપાળા દર્શન કરવા માટે પણ આવતા હોય છે તો એકરીતે આ ઘટાટોપ વડલાઓ નીચે વિસામો લેતા જોવા મળતા હોય છે
માંગરોળ ના અલગ અલગ વિસ્તારોમાં વડલાઓ માં આગના બનાવો અવારનવાર બનતા રહેતા હોય આ બાબતે અવાર નવાર જવાબદાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા આજ સુધી આ બાબતે જવાબદારો સામે કોઈજ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું આજ સુધી પર્યાવરણ પ્રેમી લોકોના ધ્યાને આવ્યું નથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસના સહકારથી આવા તત્વો ને તાત્કાલિક ઝડપી પાડી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પર્યાવરણ પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે
રિપોર્ટ : અનિષ ગૌદાણા
આસિ.એડિટર
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300