હેમાબેન પટેલે પોતાના જન્મ દિવસની ઉજવણી કંઈક અલગ જ રીતે કરી

હેમાબેન પટેલે પોતાના જન્મ દિવસની ઉજવણી કંઈક અલગ જ રીતે કરી
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક ના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરાઈ
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા અલગ અલગ સેવાકાર્યો થાય છે પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વૈદિક મંત્રોચ્ચાર સાથે જન્મ દિવસની ઉજવણી થાય તેનું મહત્વ જ કાંઈક અલગ હોય છે. ભારત જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલ છે, આપણે કેક કાપીને તથા મિણબત્તી ને ઓલવીને જન્મ દિવસ ઉજવીએ છીએ પરંતુ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ સ્થાપક હેમાબેન પટેલ નો જન્મ દિવસની ઉજવણી કંઈક અલગ જ રીતે કરવામાં આવી.
શ્રી કનક બિહારી રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિર ના પટાંગણમાં સંસ્થાના બહેનો તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગૌમાતા ની પૂજન અર્ચના કરી ધાસચારો ખવડાવી ધન્યતા અનુભવી. એક વૃક્ષ દેશના નામે અંતર્ગત એક વડનું વૃક્ષ હેમાબેન ના હાથે મંદિર પરિસરમાં રોપવામાં આવ્યું. મંદિર ના આશ્રમમાં રહેતા બાળકોને કપડાંનું દાન કરી. સંતજનોના આશિર્વાદ લેવામાં આવ્યાં. રામ દરબાર સાથે સંકટમોચન હનુમાનજી ની પૂજા કરી ભરૂચ નાં પ્રખ્યાત સુંદરકાંડ તથા આનંદ ના ગરબા ના ગાયક શ્રી સંદિપભાઈ પુરાણી ના મધુર સ્વરે અને સંગીતના તાલે સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સભ્યો, આમંત્રિત મહેમાનો, વિશ્વ હિન્દુ પરિષદના અધિકારી ગણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ, ભરતસિંહ પરમાર, જિતેન્દ્ર રાજપૂત, વિશ્વરાજન શ્રીવાસ્તવ તથા મંદિરના મહંત શ્રી અને શુક્લાજી ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતાં.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300