સાબરકાંઠા : આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.

સાબરકાંઠા : આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.
Spread the love

આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.

વિધ્યાર્થીઓ માટે ખાસ ૧૬ બસો ફાળવવામાં આવી

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના ૪૪,૭૪૩ વિધાર્થીઓ પરીક્ષા આપશે.

સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો આજે તા. ૧૪ માર્ચ ૨૦૧૩થી પ્રારંભ થઈ રહ્યો છે. પોતાના ભવિષ્યની ચિંતા અને સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દી ની ઝંખના સાથે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. બીજી બાજુ વિધાર્થીઓ નિર્વિઘ્ન અને સ્વસ્થ્ય સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાના વહીવટી તંત્રએ પણ કમરકસી છે. જેમાં આ વર્ષે માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સીના ૩૬ કેન્દ્રો પરથી ૨૬૩૦૯ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૦૪ કેંદ્રો પર ૧૮ બિલ્ડીંગના ૧૯૧ બ્લોક પરથી ૩૪૧૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહના ૧૫૦૨૧ વિદ્યાર્થીઓ ૨૦ કેંદ્રો પર ૪૩ બિલ્ડીંગના ૫૦૮ બ્લોક પરથી પરીક્ષા આપશે. આ
બોર્ડની પરીક્ષા ના સુચારુ આયોજન માટે એસ એસ સીના હિંમતનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા છે.
આમ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫૦૨૧ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૩૪૧૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૦ના કુલ ૨૬૩૦૯ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં આજે તા. ૧૪મી માર્ચથી ૨૯ માર્ચ ૨૦૨૨ સુધી બોર્ડની પરીક્ષાઓ આપશે. આમ ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૪૪,૭૪૩ વિધાર્થીઓ પરીક્ષા આપશે.
સાબરકાંઠા જિલ્લાના વિધાર્થિઓને પરીક્ષા કેંદ્ર પર જવા આવવામાં સમય ના બગડે તે માટે એસ.ટી વિભાગ દ્વારા ખાસ દરેક ડેપો પર બે-બે બસો ફાળવવામાં આવી છે. આમ કુલ ૧૬ બસો વિધાર્થિઓ માટે ફાળવી છે. પરીક્ષા શરૂ થયા પછી જો કોઇ પરીક્ષા કેંદ્ર માટે વધુ બસની જરૂર હશે તો તાત્કાલિક ધોરણે બસની ફાળવણી કરવામાં આવશે. તેમજ કોઇ બસનો સમય પરીક્ષા સમયની આસ-પાસ એટલે કે સાંજના સમયે બસ ૫:૩૦ કલાકના સમયે હશે તો વિધાર્થીના હિતમાં આ બસ ૬ વાગ્યે ઉપડશે. જેથી વિધાર્થીઓસમયસર ઘરે પહોંચી બીજા પેપરની તૈયારી યોગ્ય રીતે કરી શકે એમ જિલ્લા સમાહર્તા હિતેષ કોયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!