ખાખીની ફરજ નિષ્ઠા

ખાખીની ફરજ નિષ્ઠા
ત્રણ મહિના પહેલાં ખોવાયેલ મોબાઈલ-પર્સ પોલીસે પરત અપાવ્યું
સામાન્ય કે, નાના બનાવની તપાસમાં પણ પોલીસ કોઈ કસર છોડતી નથી
અરજદારને મોબાઈલ-પર્સ પરત અપાવવા ગારીયાધાર પોલીસને પણ દોડાવી…
બીલખા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી હાર્દિક પંડ્યાએ તપાસને સફળતાપૂર્વક અંજામ આપ્યો
ખાસ અહેવાલ: રોહિત ઉસદડ
જૂનાગઢ : પોલીસ સામાન્ય કે, એકદમ નાના કહી શકાય તેવા બનાવવામાં કેટલી ઉંડાણપૂર્વક તપાસ કરતી હોય છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે.
જૂનાગઢ તાલુકાના બીલખા ગામે જૈન સંઘમાં આવેલ પ્રિયાબેન શાહનો મોબાઈલ અને નાની એવી રોકડ રકમ સાથેનું પર્સ ગુમ થઈ જાય છે. એટલે તેઓએ નજીકના બીલખા પોલીસ સ્ટેશનમાં પર્સ ખોવાયાની વિગતવાર અરજી આપી. જેના આધારે બીલખા પોલીસ તપાસ કરે છે.
આ બનાવની તપાસ કરનાર હેડ કોસ્ટેબલ શ્રી હાર્દિક પંડ્યા કહે છે કે પી.એસ.આઈ શ્રી આર.પી. ચુડાસમાના માર્ગદર્શનમાં પર્સ ગુમ થયાની જગ્યા પર જઈ તપાસ શરૂ કરી. સ્થળ પરના લોકોની પૂછપરછ પણ કરી પરંતુ આ બનાવની કોઈ કડી હાથ લાગી નહીં.
વધુમાં તપાસ અંગેની વાત કરતા શ્રી પંડ્યા કહે છે કે, હવે સોફ્ટવેરના માધ્યમથી મોબાઈલનું લોકેશન ટ્રેસ કરતાં હતા. જેમાં એકવાર મોબાઈલનું લોકેશન ભાવનગરના ગારીયાધારમાં જોવા મળ્યું. જેથી ગારીયાધાર પોલીસનો ત્વરિત સંપર્ક કર્યો, એટલે ગારીયાધાર પોલીસ પણ મોબાઈલ લોકેશન સુધી પહોંચવા મથામણ કરી. પણ મોબાઈલ બેટરી લો થવાથી કે અન્ય કોઈ કારણોસર મોબાઈલના લોકેશન સુધી પોલીસ પહોંચી શક્યાં નહી.
હેડ કોસ્ટેબલ શ્રી હાર્દિક પંડયા થાંક્યા વગર આ બનાવનો ભેદ ઉકેલવા પાછળ લાગ્યા રહ્યા અને IMEI નંબર પરથી મોબાઇલ ટ્રેસિંગનું કામ ચાલુ રાખ્યું. જેમાં સોફ્ટવેરના માધ્યમથી બિલખાનું લોકેશન જોવા મળ્યું. જેથી શ્રી પંડ્યાએ મોબાઈલના લોકેશનના આધારે સ્થળ પર પહોંચી મોબાઈલ જેમની પાસે હતો. તેમની પાસેથી મોબાઈલ, નજીવી રોકડ રકમ અને પર્સ સહિતનો સામાન જપ્ત કર્યો. ત્યાર બાદ જેમની પાસેથી મોબાઈલ-પર્સ મળી આવ્યું તેની સઘન પૂછપરછ કરતાં સામે આવ્યું કે, મોબાઈલ સાથેનું આ પર્સ ચોર્યું ન હતું. પણ મળી આવ્યું હતું. જેથી હેડ કોન્સ્ટેબલશ્રીએ નિયમનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ, ત્રણેક મહિના સુધી નાના એવા બનાવવાની ઉંડાણપૂર્વક તપાસ કરી અમદાવાદના નિવાસી અને અરજદાર પ્રિયાબેન શાહને મોબાઈલ, રોકાણ રકમ પર્સ સહિતની વસ્તુઓ પરત અપાવી હતી. બિનાબેને બીલખા પોલીસનો આભાર પ્રગટ કરતા કહ્યું હતું કે, વિચાર્યું ન હતું કે, આટલા દિવસ બાદ પણ સામાન પરત મળેશે. પણ બિલખા પોલીસની આ સઘન પ્રયાસો આ શક્ય બન્યું છે. જે મારા માટે એક કાયમી યાદગાર અનુભવ રહેશે.
ગુન્હાઓ-બનાવના તપાસમાં જો સતત લગનપૂર્વક લાગ્યા રહો તો ચોક્કસ તેનું પરિણામ મળે છે. અહીંયા કોઈ પણ ફરિયાદી આવે તેને ન્યાય મળે અને ત્વરિત જેટલી તેમની મુશ્કેલીઓ નિવારી શકાય તેવા પ્રયત્ન કરતા હોય છીએ. આમ જે જવાબદારી મળે છે તેનું સંપૂર્ણનિષ્ઠા સાથે નિભાવવાનો એક પ્રયાસ હોય છે. હેડ કોસ્ટેબલ શ્રી હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું.
હેડ કોંસ્ટેબલ શ્રી હાર્દિક પંડ્યાએ ૧૩-૧૪ વર્ષના ફરજકાળ દરમિયાન ઘણાં ગુન્હાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અમદાવાદ ખાતે ફરક દરમિયાન રૂ.૧૨.૯૯ લાખની ચોરીના આઠેક જેટલા ગુન્હાઓ પણ ડિટેક્ટ કર્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા પોલીસના વડા શ્રી રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં ડ્રગ્સ, ચોરી, મારધાડ સહિતના ગુન્હાઓ ઉકેલવામાં આવી રહ્યા છે અને જિલ્લાના પ્રજાજનોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300