વંથલી : તમામ મેડીકલ સ્ટોર્સમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા પડશે

વંથલી : તમામ મેડીકલ સ્ટોર્સમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા પડશે
Spread the love

વંથલી સબ ડિવઝન વિસ્તાર હેઠળના તમામ મેડીકલ સ્ટોર્સમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા પડશે

 

શિડ્યુલ એચ.એચ-૧ અથવા એક્સ મુજબની દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણ અટકાવવા માટે લેવામાં આવેલું પગલું

 

બાળકોમાં ડ્રગ્સ તથા અન્ય પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા સબ ડિવીઝન મેજીસ્ટ્રેટશ્રી હનુલ ચૈાધરી એ જાહેરનામુ બહાર પાડ્યું

 

જૂનાગઢ : વંથલી સબ ડિવીઝન વિસ્તાર હેઠળના તમામ મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે સાથે જ તેનું ૧ વર્ષ સુધીનું રેકોર્ડીંગ સાચવવાનું રહે છે.શિડ્યુલ એચ.એચ-૧ અથવા એક્સ મુજબની દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણ અટકાવવા માટે વંથલી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી હનુલ ચૈાધરીએ જાહેરનામુ બહાર પાડ્યું છે.

રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હી દ્વારા બાળકોમાં ડ્રગ્સ તથા અન્ય પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા માટે તા.૦૯-૦૨-૨૦૨૩ રોજ  ‘‘Prevention of Drugs and Substance Abuse Among Children and illicit Traffiking’’ નામે જોઈન્ટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાનનાં પારા-૭ થી મેડિકલ સ્ટોર્સ ખાતેથી દવાઓનાં વેચાણ બાબતે સૂચનાઓ કરવામાં આવી છે. જે સૂચનાઓ મુજબ મેડિકલ સ્ટોર્સ ખાતેથી દવાના વેચાણ સંદર્ભે જાગૃત્ત રહી શકાય તે હેતુસર મેડિકલ સ્ટોર્સ ખાતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા સૂચનાઓ આપવામાં આવી છે.

જોઇન્ટ એક્શન પ્લાન તથા આવેલ સૂચનાઓ અનુસાર મેડીકલ સ્ટોર્સ ખાતેથી શિડ્યુલ એચ.એચ-૧ અથવા એક્સ મુજબની દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણ ન થાય તે હેતુસર સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ જૂનાગઢ દ્વારા સી.આર.પી.સી. કલમ-૧૩૩(૧)બી હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી પાંચ દિવસમાં જૂનાગઢ સબ ડિવીઝનના તમામ મેડીકલ સ્ટોર્સ ખાતે, સંપૂર્ણ મેડીકલ સ્ટોર્સનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે  સી.સી.ટી.વી. કેમેરા ફરજિયાતપણે લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડીંગ ૧ વર્ષ સુધી સાચવવાનું રહેશે અને સક્ષમ સત્તાધીકારીશ્રી દ્વારા માંગવામાં આવ્યેથી તે રજૂ કરવાનું રહેશે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સી.આર.પી.સી. કલમ-૧૩૬માં દર્શાવ્યા મુજબ આઇ.પી.સી. કલમ-૧૮૮ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!