ટેકા ના ભાવ થી ચણા ની ખરીદી નો પ્રારંભ

ટેકા ના ભાવ થી ચણા ની ખરીદી નો પ્રારંભ
Spread the love

ટેકા ના ભાવ થી ચણા ની ખરીદી નો પ્રારંભ

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા એમએસપી થી ખરીદી આશીર્વાદરૂપ

ઇફકોના ડેપ્યુટી જનરલ મેનેજર ડો આરપીએસ યાદવ ના હસ્તે શુભારંભ કરાયો

સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનથી ધારી ખાતે ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ કરાઈ

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા એમએસપી થી ખરીદી આશીર્વાદરૂપ. ભાવના ગોંડલીયા

મનસુખભાઈ ભુવા જયંતીભાઈ પાનસુરીયા રાકેશ આમટે અતુલ કાનાણી જીતુભાઈ જોશી ખોડાભાઈ ભુવા માર્કેટ યાર્ડના ડાયરેક્ટરો તેમજ બોહળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા

ધારી સમગ્ર દેશમાં સરકારશ્રી દ્વારા તુવેર તથા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે ત્યારે ધારી ખાતે માર્કેટ યાર્ડ માં સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનથી ભાવનાબેન ગોંડલીયા ના નેતૃત્વમાં એફ પી ઓ દ્વારા ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે 50 ઉપરાંત ખેડૂતોએ લાભ લીધો હતો.આ તકે ઇફકો ના ડેપ્યુટી જનરલ મેનેજર ડોક્ટર આરપીએસ યાદવ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન સાથે કાર્યવાહી નિહાળી હતી. તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા એફપીઓના માધ્યમથી ખેડૂતોને અનેક સુવિધાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. સમગ્ર દેશમાં ધારી એફપીઓ મોખરે કામ કરી રહી છે એવા સમયે પ્રથમ જ વર્ષમાં 1390 સભાસદ જોડાઈને એફ પીઓ ને મજબૂત બનાવી રહ્યા છે, આગામી દિવસોમાં ખેડૂતોની તમામ જણાશ વેચવા માટે સરકારની અલગ અલગ યોજનાઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે સંસ્થાનું મેનેજમેન્ટ તેમજ ખેડૂતોની સ્વયંસશીસ્ત પ્રશંશનીય છે .
આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવા એ જણાવેલ હતું કે ગત વર્ષે આ મંડળી દ્વારા જ ખરીદી કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને સંતોષકારક કામ થયું હતું કોઈપણ ખેડૂતની ફરિયાદ આવેલ ન હતી મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા ને તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા એ ખેડૂતો તથા મહિલાઓની સેવાકીય પ્રવૃત્તિને યાદ કરી બિરદાવી શુભકામના પાઠવી હતી,.
કાર્યક્રમમાં ધારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ અતુલભાઇ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શ્રીઓ ગુજકોમાસોલ ના જિલ્લા અધિકારી ભરતભાઈ મોરી, ગોડાઉન મેનેજર ચુડાસમા સાહેબ તથા iffdc ના પ્રોગ્રામ ઓફિસર રાકેશ આમટે સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી .
મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા એ જણાવેલ હતું કે સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્યથી અલગ અલગ યોજનાઓ હાથ ધરવામાં આવે છે જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે ટેકાના ભાવે ચણા તથા તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે હારી તાલુકામાં 3100 જેવા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરેલ છે મંડળી દ્વારા ખેડૂતો માટે ગત વર્ષની માફક ચા પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા કરેલ છે. સરકારશ્રીની આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે .નાફેડર તથા ગુજકોમાસોલના સહયોગથી મંડળી દ્વારા ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દ્વારા ખાતર દવા બિયારણ તેમજ ખાદ્ય તેલોનો વેપાર પણ કરવામાં આવે છે પ્રથમ વર્ષે જ 15% ડિવિડન્ડ ખેડૂતોને ફાળવવાનો નિર્ણય લીધો હતો. ધારી તાલુકાના વધુમાં વધુ ખેડૂતો મંડળીની તમામ યોજનાઓનો લાભ લે તે માટે મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા એ અનુરોધ કરેલો હતો .સાથે સાથે ધારી કાયમ માટે ખેડૂત સુવિધા કેન્દ્ર મંડળી દ્વારા શરૂ કરેલ છે. જેનો લાભ લેવા વિનંતી કરેલ કાર્યક્રમને સફળ બનાવવા મંડળીના બોર્ડ ઓફ ડાયરેક્ટર સ્ટાફ તેમજ ખેડૂતોએ સહકાર આપેલ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230318-WA0050.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!