વિશ્વ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર ડો જગદીશ ત્રિવેદી તરફ થી ૨૦ લાખ નું દાન

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ ની મુલાકાતે વિશ્વ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર ડો જગદીશ ત્રિવેદી તરફ થી ૨૦ લાખ નું દાન
ભાવનગર સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ, ટીંબી (તા.ઉમરાળા, જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત હોસ્પિટલમાં શુભેચ્છક, દાતા અને વિશ્વ પ્રસિદ્ધ કરૂણાવાન હાસ્ય કલાકાર ડો. શ્રી જગદિશભાઇ ત્રિવેદી તા.૧૯/૦૩/૨૩ નાં રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેમનું સ્થાનિક ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સન્માનપત્ર, મોમેન્ટો, શાલ, સદ્ગુરૂદેવનાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. તેઓએ ગત્ બે વર્ષ દરમિયાન કુલ રૂા.૨૦ લાખ પુરા નું અનુદાન હોસ્પિટલને અર્પણ કરેલ છે. તેઓએ પોતાની આગવી શૈલીમાં હોસ્પિટલ સ્ટાફને મોટીવેશન મળી રહે તેવી સરળ ભાષામાં બે કલાક પ્રેરક વાતો રજુ કરી હતી.ડો. શ્રી જગદિશભાઇ ત્રિવેદીએ આપણી હોસ્પિટલની નિઃશુલ્ક આરોગ્ય સેવાથી પ્રભાવિત થઇને હવે પછી દરવર્ષે તા.૨૧ લાખ પુરા નું અનુદાન આપવાનો શુભ સંકલ્પની જાહેરાત કરી હતી. સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટીમંડળે નિ:શુલ્ક આરોગ્ય સેવામાં સહભાગી થવા બદલ ઉદારદિલ દાતા ડો. શ્રી જગદિશભાઇ ત્રિવેદી અને તેમના પરીવારજનોનો હ્રદયપૂર્વક નો ખૂબ ખૂબ આભાર વ્યકત કરેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300