શહીદ દિને શહીદ વંદના કરતું સંવેદન ગૃપ

શહીદ દિને શહીદ વંદના કરતું સંવેદન ગૃપ
Spread the love

શહીદ દિને શહીદ વંદના કરતું સંવેદન ગૃપ

અમરેલી શહીદ દિને શહીદ વંદના કરતું સંવેદન ગૃપ
માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ દ્વારા શહીદ સ્મારક, કોલેજ સર્કલ અમરેલી ખાતે શહીદ વંદના કરવામાં આવી.
આપણી આઝાદી અર્થે હસતાં મુખે ફાંસીને માંચડે ચઢી જનાર માં ભારતીના સપૂતો, અમર ક્રાંતિકારી ભગતસિંહ સંધુ, સુખદેવ થાપર તથા શિવરામહરી રાજગુરુના બલિદાન દિન ૨૩મી માર્ચના રોજ ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ તકે તાજેતરમાં શહીદ થયેલા અમરેલીના સૈનિક મનિષભાઈ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ.
અત્રે જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. કાનાબાર સાહેબ, અમરેલી નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન સૂરેશભાઈ શેખવા, આરાધના ચેરીટેબલ ટ્રસ્ટના ઈતેશભાઈ મહેતા, પેઇન્ટર ડી.જી.મહેતા, રશ્મીનભાઈ ત્રિવેદી, યોગેશભાઈ કોટેચા, યોગેશભાઈ ગણાત્રા, પ્રકાશ રાજગોર, કૌશિક તલાટી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટીએ શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં : “આ ક્રાંતિવીરો જ આપણાં ખરા સુરાપુરા છે” એમ જણાવ્યું હતું. સતત ૧૩મા વર્ષે નિર્ધારિત સમયે શહીદ પૂજન કરતાં સંવેદન ગૃપના ટ્રસ્ટી દિપક મહેતા, ધર્મેન્દ્ર લલાડિયા સભ્યો મૂકેશ મંડોરા, નૈષધ ચૌહાણ, સંજય સવાણી વગેરેએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230323-WA0198.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!