સાવરકુંડલા ખાતે *આદરણીય પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા ના જન્મદિવસ નિમિત્તે નાની ભેટ

સાવરકુંડલા ખાતે આદરણીય પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા ના જન્મદિવસ નિમિત્તે નાની ભેટ
સાવરકુંડલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર માં સૌરાષ્ટ્ર પ્રાંતના સૌ પ્રથમ યુરોલોજિસ્ટ તથા શ્રી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ના ચેરમેન શ્રી ડો. વિવેક જોશી સાહેબ તથા ડો. કેતન પંડ્યા સાહેબ રાજકોટ થી યુરોલોજી કેમ્પ માટે પધારેલ.
આ કેમ્પ માં ૭૫ થી વધારે દર્દીઓએ નિદાન તથા સારવાર નો લાભ લીધેલ.
મહત્વ ની વાત એ છે કે કેમ્પ માં આવેલ ૧૦ થી વધારે દર્દીઓ ને ઓપરેશનની જરૂર હોવાથી બંને ડોક્ટર શ્રી ઓ એ સંસ્થા ની વિનંતી ને માન આપી સમય ફાળવી આવતા શનિવારે જ (૧/૪/૨૩) ઓપરેશન પણ ગોઠવી આપેલ છે.
આ સાથે આપણા નેફ્રોલોજીસ્ટ શ્રી ડો.જીગર શ્રીમાળી સાહેબ નો પણ કેમ્પ રાખેલ જેમાં પણ કિડની ના રોગ તથા ડાયાલિસિસ ના દર્દીઓએ બોહળી સંખ્યામાં લાભ લીધેલ.
કેમ્પ ને સફળ બનાવવા બદલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ત્રણેય ડોક્ટર શ્રી ઓનો આભાર માને છે. સંસ્થાના કર્મનિષ્ઠ એવા ટ્રસ્ટી શ્રી જયકાંત સંઘવી સાહેબ આ કેમ્પ માટે ખાસ બે દિવસ નો સમય ફાળવી ઉપસ્થિત રહી અને કેમ્પ ને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300