પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
Spread the love

પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

અમરેલી : અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, ખાતે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર.એમ.જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા સલાહકાર સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. રિન્યુઅલ રજીસ્ટ્રેશન, પી.સી.પીએનડીટી એકટ-૧૯૯૪ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલા વિવિધ ચુકાદાઓ/પરિપત્રોના અમલીકરણ, જિલ્લામાં ગર્ભ પરીક્ષણ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃત્તિ વધારવા શું પગલાંઓ લઈ શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. “ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાયદાકીય સજાપાત્ર ગુનો છે”, તે અંગે નાગરિકોમાં જાગૃત્તિ આવે તેવા પ્રયત્નો જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે. વધુમાં લોકોમાં આ બાબતે પોતે જાગૃત્ત થાય અને તે અંગે આદતો કેળવાઈ તે આવશ્યક છે. બેઠકમાં આઈ.એમ.એ. અમરેલી પ્રેસિડેન્ટ ડૉ.ગજેરા અને સમિતિના સદસ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Rasik-bhai-JBAG-20230328_230948.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!