અમરેલી : ‘‘રન ફોર એન્વાયર મેન્ટ એન્ડ કલાયમેન્ટ’’ દોડ નું આયોજન કરવામાં આવ્યું

પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સૂચના મુજબ તથા શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલીશહેર ખાતે ભારતને જી-૨૦ નું અધ્યક્ષપદ મળતા દેશમાં લાખો યુવાનો તેમજ સામાન્ય નાગરીકોને જી-૨૦ સાથે અર્થપૂર્ણ રીતે જોડાઇ શકે તે સારૂ અમરેલી શહેર ખાતે તા.૨૮/૦૩/૨૦૨૩ ના ક.૦૮.૦૦ થી ક.૦૯.૦૦ દરમ્યાન સરદાર સર્કલ થી રાજકમલચોક સુધી અને રાજકલમ ચોકથી સરદાર સર્કલ સુધી ‘‘રન ફોર એન્વાયર મેન્ટ એન્ડ કલાયમેન્ટ’’ દોડ નું આયોજન કરવામાં આવેલ.
આ દોડ માં પોલીસ અધિકારી-૧૮, પોલીસ કર્મચારી-૨૮૭, જી.આર.ડી.-૩૩, હોમગાર્ડ-૭૧, S.P.C. -૪૧ મળી કુલ-૩૪૪ ભાગ લીધેલ હતો.
આ દોડમાં ભાગ લીધેલ તમામ અધિકારી/કર્મચારી, તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિધાર્થીઓએ ચેસ્ટ પર જી-૨૦નો લોગો તથા સરકારી વાહનોમાં જી-૨૦ અંગેના સ્ટીકર, બેનર લગાવી બહોળી પ્રસિધ્ધી કરી જી-૨૦ અંગે લોકોને જાગૃત કરવામાં આવેલ હતા.
ઉપરાંત દોડના રૂટમાં સરકારી એબ્યુલન્સ તથા મેડીકલ સ્ટાફને હાજર રાખવામાં આવેલ હતા. જેથી કરીને કોઇ જવાને મેડીકલ સારવારની જરૂરીયાત જણાયે તાત્કાલીક સારવાર આપી શકાય.
આ ‘‘રન ફોર એન્વાયર મેન્ટ એન્ડ કલાયમેન્ટ’’ નિહાળવા માટે અમરેલી શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300