નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે પદભાર સંભાળતા શ્રી એસ. પી. ભગોરા

નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે પદભાર સંભાળતા શ્રી એસ. પી. ભગોરા
Spread the love

નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે પદભાર સંભાળતા શ્રી એસ. પી. ભગોરા

– શ્રી ભગોરાએ કચેરીના અધિકારીઓ સાથે પરિચયાત્મક બેઠક યોજી સરકારના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી

વડોદરા ખાતે આવેલી નગરપાલિકાઓની પ્રાદેશિક કચેરીમાં કમિશનર તરીકે ફરજ બજાવતા સુશ્રી પ્રશસ્તિ પારીકની બદલી થતાં તેમના સ્થાને નિયુક્તિ પામેલા શ્રી એસ. પી. ભગોરાએ વિધિવત્ત પદભાર સંભાળી લીધો છે અને તેની સાથે તેમણે કચેરીના અધિકારીઓ સાથે પરિચયાત્મક બેઠક યોજી સરકારના વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. શ્રી એસ. પી. ભગોરાએ જણાવ્યું કે, પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી, વડોદરામાં ૬ જિલ્લાની ૨૬ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

નગરપાલિકા વિસ્તારોમાં રાજ્ય સરકારની શહેરીજનો માટેની વિવિધ સરકારી યોજનાઓનો અસરકારક અમલ થાય તે માટે સતત કાર્યશીલ રહેશું. નગરપાલિકા વિસ્તારોમાં નાગરિકોની જનસુખાકારી અને જન સુવિધાઓમાં વધારો થાય તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા શ્રી ભગોરાએ જણાવ્યું કે, તમામ નગરપાલિકાઓમાં મંજૂર થયેલા કામો ઝડપભેર પૂર્ણ થાય એટલું જ નહીં, નગરપાલિકાઓમાં જરૂરિયાત મુજબના નવા કામો મંજૂર કરાવી તેના અસરકારક અમલ માટે કાર્યવાહી કરવામાં આવશે. શ્રી ભગોરા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના હિરાપૂર ગામના વતની છે. જેઓ ૨૦૧૩ની બેચના સનદી અધિકારી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!