રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતીની યોજાઈ બેઠક

Spread the love
  • ઐતિહાસિક સ્થળોનું મહાત્મ્ય જાળવીને પ્રવાસન સ્થળોને વિકસાવવાનું સૂચન કરતાં કલેકટર

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના ઐતિહાસિક સ્થળોના વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રગતિ હેઠળ ધાર્મિક સ્થળોનું નવનિર્માણ, નવીનીકરણ અને અન્ય બાંધકામ અર્થે વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી અને પ્રગતિ હેઠળના કાર્યોની સમીક્ષા કરાઈ હતી.

આ ઉપરાંત કલેકટરએ વિંછીયા તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તેમજ મંદિરના પ્રાંગણ, સણોસરા ગામનો દરબાર ગઢ, કોટડા સાંગાણીનું બી.એ.પી.એસ. સ્વામીનારાયણ, ઓસમ ડુંગર ખાતે એડવેન્ચર સ્પોર્ટ્સ તેમજ ગોંડલની શેમળી નદી ખાતે રિવરફ્રન્ટ તેમજ સાયપર જંત્રેશ્વર મહાદેવ મંદિર સહિતના સ્થળોના વિકાસ માટે અને ઐતિહાસિક સ્થળોનું મહાત્મ્ય જળવાઈ રહે તે રીતે પ્રવાસન સ્થળ વિકસે તે માટે ઘટતું કરવા તાકીદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.એસ. ખાચર, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગિરીશ ભરડવા (રાજકોટ)

Admin

Admin

9909969099
Right Click Disabled!