રાજકોટ PDU હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટર્સની ખાસ તાલીમ
પી.ડી.યુ. હોસ્પિટલ અને મેડીકલ કોલેજ, રાજકોટ ખાતે જોન્સન એન્ડ જોન્સન ઈન્સિટ્યુટ દ્વારા રેસિડેન્ટ ડોક્ટર્સની ખાસ તાલિમ યોજાઈ હતી. ઇન્સ્ટીટયુટ દ્વારા અત્યાધુનિક લેબોરેટરીથી સજ્જ એક ખાસ મોબાઈલ વેન તેમજ તજજ્ઞો દ્વારા જુદી-જુદી બ્રાંચ જેવી કે સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ ડોકટરને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં જુદા-જુદા પ્રકારની ટાંકા લેવાની પદ્ધતિ, આંતરડા, શિરા અને ધમનીઓના જોડાણ માટેની પદ્ધતિઓ, એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપીની અત્યાધુનિક ટેકનિક વગેરેથી રેસિડેન્ટ ડોકટરોને માહિતગાર કરાયા હતા તેમજ તેઓ માટે હેન્ડ્ઝઓન તાલિમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ માટે ખુબ ઉપયોગી તેમની ક્ષમતા વધારનારી સાબિત થશે, તેમ તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.
ગિરીશ ભરડવા (રાજકોટ)