દ્વારકામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ ના મહેમાનોનું ભવ્ય સ્વાગત

દ્વારકામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ ના મહેમાનોનું ભવ્ય સ્વાગત
•ભગવાનશ્રી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અન્વયે દ્વારકા ખાતે પધારેલા પ્રવાસીઓનું- સૌરાષ્ટ્ર તમિલ બાંધવોનું જય દ્વારિકાધીશના નાદ સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દ્વારકા ખાતે મહેમાનોનું આગમન થતાં જ દ્વારકાનું સમગ્ર પ્રાંગણ ઢોલ અને નગારા સાથે ગુંજી ઉઠ્યું હતું. ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ પર તમિલ પરિવારોનું સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન, ઢોલ, તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રીયન તમિલો પણ ગુજરાતી સંગીત પર કલાકારો સાથે ઝૂમ્યા હતા.
ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરી મહેમાનોએ ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિર દ્વારા મહેમાનો માટે દર્શનની અને આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મહેમાનોએ ગુજરાત સરકાર અને દ્વારકાના લોકોનો પણ આભાર માન્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300