કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મેંદરડા વિસ્તારની મુલાકાત લીધી

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મેંદરડા વિસ્તારની મુલાકાત લીધી
માવઠા થી અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ કરી પાક ઉપર થયેલી અસરનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢ : કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ આજે મેંદરડા તાલુકા ની મુલાકાતે હતા.તેઓએ આજરોજ મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના ખેડૂત શ્રી રસિકભાઈ હીરપરાના ખેતરમાં તાજેતરમાં થયેલ માવઠાના કારણે ઊભા પાક પર થયેલી અસરોનું જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કરી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા જરૂરી પગલાં સહાય અંગેની પણ વિગતો આપી હતી. જિલ્લા અગ્રણી શ્રી દિનેશભાઈ ખટારીયા વિગેરે મુલાકાત વેળા એ સાથે રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300