જનસંપર્ક કાર્યાલય ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓની શુભેચ્છા મુલાકાત કરતા મંત્રી શ્રી

જનસંપર્ક કાર્યાલય ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓની શુભેચ્છા મુલાકાત કરતા મંત્રી શ્રી
જનસંપર્ક કાર્યાલય ખાતે ધોરણ 10માં ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની શુભેચ્છા મુલાકાત કરતા મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
સરકારી શાળાઓમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુણવત્તાસભર શિક્ષણ તેમજ શિક્ષણ સુવિધાઓમાં વધારો કરવા માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકારે હરહંમેશ પ્રાધાન્ય આપ્યું છે, જેના શ્રેષ્ઠ પરિણામો પણ મળી રહ્યા છે. સુરતના પુણાગામ સ્થિત સુમન હાઈસ્કૂલ નં. 18 ના ધોરણ 10માં ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓએ મારા જનસંપર્ક કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી.
આ સરકારી શાળામાં બોર્ડની પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 45 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે તેમજ સમગ્ર શાળાનું પરિણામ 94.75% રહ્યું છે. સરકારી શાળાઓમાં પણ ઉત્તમ પરિણામ આવી રહ્યું છે, ત્યારે સૌ વિદ્યાર્થીમિત્રો, શિક્ષણ થી અમૂલ્ય જ્ઞાન પીરવસાવાનુ કાર્ય કરી રહેલા શાળાના ગુરૂજનો અને સ્ટાફને અભિનંદન પાઠવું છું.
રિપોર્ટ : હિરેન સોની, ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300