ગુજરાતમાં માતૃભાષાની હાલત માટે જવાબદાર કોણ?

હમણાં 25 મી તારીખે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું. વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ ટ્યુશન કલાસવાલા બધા ખુશ ખુશ થઈ ગયા.પણ પરિણામ તપાસતા વાસ્તવિક આંકડા દુઃખદાયક છે.
ગુજરાતમાં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.પરીક્ષામાં 64.22 પાસ થયા.સૌથી વધુ સુરત અને સૌથી ઓછું દાહોદ જિલ્લાનું પરિણામ આવ્યું છે.100 ટકા પરિણામવાલી શાળાઓ 200 ઉપર હશે આટલા બધા વિદ્યાર્થીઓ પછી ક્યાં ખોવાઈ જાય છે એ અલગ ચર્ચાનો વિષય છે
સૌથી શરમજનક વાત છે કે 157 જેટલી શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે અને આપણા માટે ડુબી મરવા જેવી વાત છે કે માતૃભાષા ગુજરાતીમાં 96 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે .દર વરસે આવી જ રીતે વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં નાપાસ થાય જ છે છતાં કઈ જ ફરક પડતો નથી.કોઈ પગલાં ભરવામાં આવતા નથી .કોઈ ગુજરાતી માતૃભાષા પર દયાન આપતું જ નથી .ના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પાસ થવું છે ના શિક્ષકોને માતૃભાષા ભણાવવી છે ના શાળા સંચાલકોને માતૃભાષામાં રસ છે ગુજરાતમાં ગુજરાતી ભાષા માતૃભાષા સાથે આ ઓરમાયું સાવકી માં જેવું વર્તન ક્યાં સુધી કરીશું ? માતૃભાષા વગર ક્યાં સુધી વિદ્યાર્થીઓ પાસ નાપાસ થયા કરશે ?
આપણે વાલીઓ શિક્ષકો શાળા કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ ક્યારે માતૃભાષાને ગંભીરતાથી લઈશું ?
1 .96 હજાર વિદ્યાર્થીઓ બેઝીક ગણિતમાં નાપાસ થયા છે બોલો ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિત અને ગુજરાતી ભણતા જ નથી.
પરીક્ષાના પૅપર તપાસનાર શિક્ષકોની ઘટ પણ દર વરસે ઉડીને આખે વળગે છે
ગુજરાતનું શિક્ષણ આવું કેમ ?, એ હકીકત પહેલા સ્વીકારી લો કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે ચોખ્ખું દેખાઈ આવે છે એના માટે જવાબદાર કોણ? વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો સમાજ ?
આ વિચારણીય વાત છે કોણ વિચારશે? આમ થવાના ઘણા કારણો હશે આ ખુબ જ ગહન મનન ચિંતન માંગતી વાત છે
બધા એકબીજા પર આરોપ ક્યાં સુધી લગાવ્યા કરશે ? ઉકેલ કોણ બતાવશે?
વિદ્યાર્થીઓ મોબાઇલમાં વ્યસ્ત છે એ વાત સાચી છે પણ શિક્ષકો કેમ ભણાવતા નથી?
સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી વિધા સહાયકોથી કામ ચલાવી લે છે પછી શિક્ષણમાં ભલીવાર ક્યાંથી આવે? 10 માં ધોરણમાં ભણતા 96 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થાય અને કોઈના પેટનું પાણી પણ હલે નહીં આ ચમત્કાર દર વરસે ગુજરાતમાં થાય છે અને આપણે ગુજરાતીઓ ધન્ય ધન્ય થઈ જઈએ છીએ
જય જય ગરવી ગુજરાત
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300