રમેશ ચૌહાણના ગઝલસંગ્રહનું વિમોચન ભાગ્યેશ જહા કરશે

રમેશ ચૌહાણના ગઝલસંગ્રહનું વિમોચન ભાગ્યેશ જહા કરશે
Spread the love

રમેશ ચૌહાણના ગઝલસંગ્રહનું વિમોચન ભાગ્યેશ જહા કરશે

ગુજરાત સાહિત્ય અકાદમી અને નવભારત સાહિત્ય મંદિર આયોજિત તા. ૪-૬-૨૦૨૩, રવિવારે સાંજે ૫.૦૦ કલાકે એચ. કે. કૉલેજ હોલ, આશ્રમ રોડ ખાતે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન થયું છે. જેમાં ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકારો અને ગાયકો એમની કલા પ્રસ્તુત કરશે. સુપ્રસિદ્ધ શાયર રમેશ ચૌહાણના ચોથા ગઝલ સંગ્રહ ‘શબ્દો થઇ કાગળ પર જીવશું’નું વિમોચન સુખ્યાત સાહિત્યકાર ભાગ્યેશ જહા કરશે. સાહિત્યરસિકોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
શિક્ષણવિદ અને લેખક ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને નવભારતના રોનક શાહ અતિથિવિશેષ હશે. સુપ્રસિદ્ધ કવિ તુષાર શુક્લ, કાજલ ઓઝા-વૈદ્ય, આર. જે. દેવકી, રક્ષા શુક્લ ઇત્યાદિ વકતવ્ય આપશે. જાણીતા ગાયક સંજય ઓઝા – પાર્થ ઓઝા અને બલરાજ શાસ્ત્રી ગઝલ પ્રસ્તુત કરશે. કાર્યક્રમનું સંચાલન કવિશ્રી હરદ્વાર ગોસ્વામી કરશે. પ્રવેશ નિ:શુલ્ક રહેશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!