ચુડાના શિક્ષકનું અયોધ્યા ધામ – ઉત્તર પ્રદેશ ખાતે સન્માન કરાયું.

ચુડાના શિક્ષકનું અયોધ્યા ધામ – ઉત્તર પ્રદેશ ખાતે સન્માન કરાયું.
અખિલ ભારતીય કવિ સંમેલન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ તારીખ 28/5/2023 ને રવિવારના રોજ મા કમલા પરા શોધ સંસ્થાન દ્રારા આયોજિત “મતંગ કે રામ” કાર્યક્રમ શ્રીરામની પવિત્ર જન્મભૂમિ, અયોધ્યા ધામ – ઉત્તર પ્રદેશ ખાતે અખિલ ભારતીય કવિ સંમેલન અને પુસ્તક વિમોચન સાથે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના જુદા જુદા નવ રાજ્યોના ઉત્તમ કવિઓને આમંત્રણ આપી કવિ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના શ્રી સુરેશભાઈ બાબુભાઈ ધોરિયાને પણ આમંત્રણ અપાયું હતું. જેમાં તેઓએ ઉત્તમ રચનાઓની પ્રસ્તુતિ કરી હતી તે બદલ તેમને “મતંગ કે રામ” શીર્ષક હેઠળ સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં અયોધ્યા મંદિરના અધ્યક્ષ આચાર્યશ્રી કમલાનયનજી, અયોધ્યાના આઈએસ ઓફિસર, અયોધ્યાના નામાંકિત મંદિરોના મહંતો, દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા સાહિત્યકારો, અયોધ્યા કલેક્ટર, કમિશનર, રેલવે અધિકારી, અયોધ્યાધામ નગરીના મીડિયા સેલના પ્રમુખ, અનેક પત્રકારો તેમજ અન્ય અનેક મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની અંદર ચુડાના શિક્ષક સુરેશભાઈ બી. ધોરિયાએ પોતાની શ્રેષ્ઠ રચના રજૂ કરીને ઝાલાવાડનું ગૌરવ વધારેલું છે. તે બદલ તેને “મતંગ કે રામ” દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300