ઉમા આર્ટસ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજ, ગાંધીનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી


શ્રી નરેશ ઠાકરે મિશન લાઈફ અંતર્ગત જે ૭ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તેનો પરિચય વિદ્યાર્થીનીઓને કરાવ્યો હતો. તેમજ પર્યાવરણીય કાયદા અને પ્લાસ્ટિક મેનેજમેન્ટ અને પર્યાવરણ જાગૃતિ માટેના પગલા અંગે પોતાના વક્તવ્યમાં માહિતી આપી હતી. શ્રી અજય પ્રકાશે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ નાની નાની ચોકસાઈ રાખીને કઈ રીતે વીજળીની બચત કરી શકે તે અંગે જણાવ્યું હતું.તેમજ તેમના થકી અન્ય લોકોને પણ આ અંગે જાગૃત કરવા જણાવ્યું હતું. મહેમાનો ના હસ્તે વ્રુક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મિશન લાઈફ અંતર્ગત કોલેજની ઇકો ક્લબની વિદ્યાર્થીનીઓ માટે ચિત્ર સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ,પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી આર.જી.પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. નાથીબા કોલેજના પ્રોફેશર ડો.જોશીપુરા ધ્વારા આ કાર્યક્રમથી પ્રેરાઈને રથયાત્રા અને લોક મેળા દરમિયાન પ્લાસ્ટિક કલેક્શન અભિયાનમાં તેમની ઇકો કલબની વિધ્યાર્થીનીઓ પોતાનું યોગદાન આપશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે નમ્રતાબેન ભુપતાણી,જયભાઈ શાહ,હાર્દિક ભટ્ટ,શિવાંગ પટેલ અને નાથીબા કોલેજ સ્ટાફ ધ્વાર જહેમત ઉઠાવવામાં આવી હતી.