આણંદના જીટોડીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આણંદ તાલુકાના જીટોડીયા ગામે પૌરાણિક પવિત્ર મંદિર શ્રી વૈજનાથ મહાદેવ પાસે નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, આણંદ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ટીમ દ્વારા વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો અને વૃક્ષો રોપવામાં આવ્યા. સાથે-સાથે વૃક્ષની માવજત અને રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદના પ્રમુખ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાતનાં પ્રમુખ અને મહામંત્રી એવા આણંદ જિલ્લાના આયર્ન લેડી તરીકે જાણીતા શ્રીમતી અલ્પા પટેલ, મહિપતસિંહ ઝાલા, હર્ષદ સુથાર, આશિષ પટેલ, અનિલ પટેલ, સુરેશ ઠાકોર, ટીકુભાઈ મેહતા, રાજુ બારોટ, કલ્પેશ પટેલ, સમીર પટેલ, જગદીશ પરમાર, નિલેશ પટેલ ઉર્ફે મંગાભાઈ, શબનમ ખલીફા તમામ સેવા ભાવી મિત્રો વડીલો ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300