ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન , વડાલી દ્વારા આગવી પહેલ,

ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન , વડાલી દ્વારા આગવી પહેલ,
Spread the love

ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન , વડાલી દ્વારા આગવી પહેલ,

સાબરકાંઠા જિલ્લાના વડાલી ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા ઠાકોર સમાજની અંદર શિક્ષણ થકી બાળકો આગળ વધે તે માટે સંગઠન એક આગવી પહેલ કરી છે ,જેમાં ટુંક સમય ની અંદર સંગઠન દ્વારા આયોજીત તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમ સંગઠન દ્વારા છપાવવામાં આવેલ ચોપડાનું વિતરણ ચાલું કરવામાં આવ્યું છે જેની કિંમત ૧ ડઝન ( ૧૨ નંગ ) ના રૂા .૪૦૦ / – રાખવામાં આવેલ છે . આ ચોપડાની બજાર કિંમત ૧ ડઝનના આશરે રૂ।.૬૦૦ થાય છે .જ્યારે સંગઠન દ્વારા ઠાકોર સમાજના બાળકોને ઓછી કિંમતમાં ચોપડા મળી રહે અને તેમને આર્થિક રીતે મદદ કરી શકાય તે હેતુથી ચોપડા છપાવવામાં આવ્યા છે સંગઠનના ચોપડા વિતરણ દ્વારા જે આવક થશે તે તમામ આવક ઠાકોર સમાજના બાળકોના શૈક્ષણિક કાર્યક્રમો અને શૈક્ષણિક વિકાસ માટે વાપરવામાં આવશે . તો ઠાકોર સમાજના દરેક વિધાર્થી આપણા સંગઠનના ચોપડા ખરીદે તેવી વિનંતી સંગઠન દ્વારા કરવામાં આવી છે . ઠાકોર સમાજના જે વિધાર્થીના માતા કે પિતાનું અવસાન થયેલ હોય તે વિધાર્થીને ૧ ડઝન ચોપડા મફતમાં આપવામાં આવશે . તા .૧૮ / ૦૬ / ૨૦૨૩ રવિવાર ના રોજ ઠાકોર સમાજના ધો -૫ થી ધો -૧૨ ( આર્ટસ , કોમર્સ , સાયન્સ ) ના વિધાર્થીઓમાંથી ઠાકોર સમાજમાં ૧ થી ૩ નંબર મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ માટે ઈનામ વિતરણ નો કાર્યક્રમ તથા ધો -૫ થી ધો -૧૨ ના અન્ય વિધાર્થીઓને પ્રોત્સાહન ઈનામ અને ઠાકોર સમાજના વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા બાળકોને વિશિષ્ટ સન્માન ઈનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે . તા .૧૮ / ૦૬ / ૨૦૨૩ રવિવાર ના કાર્યક્રમ માટે માર્કશીટની ઝેરોક્ષ કોપી તારીખ : ૦૭/૦૬/૨૦૨૩ બુધવાર ના રોજ સાંજે ૬ઃ ૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે દરેક ગામના વિધાર્થીઓ પોતાની માર્કશીટની ઝેરોક્ષ કોપી પોતાના ગામના જવાબદાર ભાઈને જમા કરાવશે અને આ જવાબદાર ભાઈ આ બધી માર્કશીટો એક સાથે નીચેના સ્થળે જમા કરાવશે . માર્કશીટ જમા કરાવવાનું સ્થળ : ( ૧ ) હોટલ મુચ્છડકાકુ , તા .૧૮ / ૦૬ / ૨૦૨૩ રવિવાર ના કાર્યક્રમમાં ચોપડા છપાવવા માટે દાન આપનાર દાતાશ્રીઓનું જાહેરાત આપનાર દાતાશ્રીઓનું પ્રશસ્તી પત્ર આપીને સન્માન કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી . ખાસ જાહેરાત : – > આ વર્ષે વડાલી તાલુકાના ઠાકોર સમાજના વિધાર્થીઓમાંથી જે વિધાર્થીઓ L.L.B. ના અભ્યાસક્રમમાં એડમીશન લેશે તે વિધાર્થીઓમાંથી વહેલા તે પહેલા ના ધોરણે પ્રથમ ૧૦ એડમીશન લેનાર વિધાર્થીઓને ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન , વડાલી . તરફથી રૂા .૫૦૦૦ / – ની એડમીશન ફી ભરવા માટે સહાય આપવામાં આવશે જે L.L.B. ના પ્રથમ વર્ષ , દ્વિતિય વર્ષ અને તૃતીય વર્ષ એમ દર વર્ષે રૂા .૫૦૦૦ / – એડમીશન ફી ભરવા માટે સહાય આપવામાં આવશે . એટલે કે ૧ ( એક ) વિધાર્થીને ત્રણ વર્ષમાં કુલ રૂા .૧૫૦૦૦ / – ની સહાય આપવામાં આવશે . જે કુલ ૧૦ ( દસ ) વિધાર્થીઓને ત્રણ વર્ષમાં કુલ રૂા .૧,૫૦,૦૦૦ / ( દોઢ લાખ ) ની સહાય આપવામાં આવશે . શરત : એડમીશન ફી ભરવા માટે સહાય મેળવનાર જે વિધાર્થી L.L.B. નો અભ્યાસ અધ વચ્ચેથી છોડી દેશે અથવા નાપાસ થયા પછી અભ્યાસ છોડી દેશે તેવા વિધાર્થીઓની સહાય પરત વસુલ કરવામાં આવશે અને જે વિધાર્થીઓ L.L.B. નો અભ્યાસ પૂર્ણ કરશે તેમની સહાય પરત લેવામાં આવશે નહી . સાચું શિક્ષણ : આપણા સમાજના બાળકો ધો -૮ , ધો -૧૦ કે ધો -૧૨ કર્યા પછી એવું વિચારે છે કે અમે બહુ ઉચ્ચ ભણી લીધું પરંતુ શિક્ષણ આટલે થી જ પુરૂ થતું નથી . ધો -૧૦ અને ધો -૧૨ પાસ કર્યા પછી કોઈ સારા ક્ષેત્રમાં ટેકનીકલ કોર્ષ કરવા , પ્રોફેશનલ કોર્ષ કરવા , ગ્રેજ્યુએટ થવું , ગ્રેજ્યુએટ થયા પછી માસ્ટર ડિગ્રી કરવી અને માસ્ટર ડિગ્રી કર્યા પછી Phd ની ડોક્ટરેટ ડિગ્રી મેળવી શકાય . સ્ટાફ સિલેક્શન ( s.s.c. ) , ક્લાસ -૧,૨ માટે G.P.S.C. , U.P.S.C. , તથા ક્લાસ -૨,૩ માટે બેંક , પોલીસ , આર્મી , ક્લાર્ક , શિક્ષક વેગેરેની સરકારી નોકરી માટે તૈયારી કરી શકાય . અથવા મજુરીની જગ્યાએ પોતાનો પ્રાઈવેટ બિઝનેસ શરૂ કરી શકાય તે હેતું થી સંગઠન દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે હાલ તો સંગઠન દ્વારા તાલુકાની અંદર પ્રવાસ કરી વધુ લોકો સંગઠન સાથે જોડાય તે હેતું થી કામગીરી કરવામાં આવી રહી છે

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230604-WA0017-2.jpg IMG-20230604-WA0021-0.jpg IMG-20230604-WA0025-1.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!