અંબાજી : ગેટ નંબર સાત બંધ હોવાથી ગ્રામજનોએ ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું

અંબાજી : ગેટ નંબર સાત બંધ હોવાથી ગ્રામજનોએ ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું
Spread the love

અંબાજી : ગેટ નંબર સાત બંધ હોવાથી ગ્રામજનોએ ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું

ચાર દિવસથી ગેટ નંબર સાત બંધ હોવાથી ગ્રામજનોએ ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીને કિનારે આવેલું છે એટલે આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે આ સરસ્વતી નગરી અંબાજીમા માં અંબાનું પ્રાચીન મંદિર આવેલ છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વિવિધ ગેટ બનાવવામાં આવ્યા છે જેમાં ગેટ નંબર સાત પરથી ગ્રામજનો દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા શનિવારે સાંજે જ ગેટ નંબર સાત કોઈ કારણસર બંધ કરવામાં આવે છે જેના કારણે અંબાજી મંદિરમાં નિત્ય દર્શન કરવા આવતા અંબાજી ગામના લોકલ ભાઈઓ અને બહેનોને ભારે તકલીફ પડી રહી છે ત્યારે અંબાજી ગામના ગ્રામજનો દ્વારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અંબાજી મંદિરના ગેટ નંબર સાત પરથી ગ્રામજનો દર્શન કરવા જઈ શકે તેવો નિર્ણય અગાઉના કલેક્ટર એમ એસ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગ્રામજનો પોતાનું આઈડી બતાવીને ગેટ નંબર સાતથી માતાજીના દર્શન કરવા જઈ શકતા હતા પરંતુ છેલ્લા ચાર દિવસથી વહીવટી તંત્ર દ્વારા અગમ્ય કારણોસર ગેટ નંબર સાત બંધ કરી દીધું હતું. અંબાજી મંદિરમાં રોજ આરતી ભરવા અને દર્શન કરવા આવતા ભાઈઓ અને બહેનોને ભારે તકલીફ પડી રહી છે ત્યારે અંબાજી ભાજપ પ્રમુખ ઈન્દરલાલ ગુર્જર ની આગેવાનીમાં રાજકુમાર પટેલ કલ્પનાબેન પટેલ, પ્રકાશ ભાટી કૈલાશભાઈ અગ્રવાલ સહિતના લોકો અંબાજી મંદિરના સાત નંબર ગેટ પર પહોંચીને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!