ટોયોટા કિર્લોસ્કર મોટરે રિટેલ ફાઇનાંસિંગ વિકલ્પોને વધારવા માટે બજાજ ફાઇનાંસ લિમિટેડની સાથે ભાગીદારી

ટોયોટા કિર્લોસ્કર મોટરે રિટેલ ફાઇનાંસિંગ વિકલ્પોને વધારવા માટે બજાજ ફાઇનાંસ લિમિટેડની સાથે ભાગીદારી
– વિસ્તારિત વોરંટી અને સહાયક ઉપકરણ સહિત 100% ઑન-રોડ ફંડિંગ પ્રદાન કરે છે
– દેશ ભરમાં ગ્રાહકો સુધી પહોંચવાના કેટીએમના ફોકસને મજબૂત કરે છે
બેંગલોર, જૂન, 2023 – ગ્રાહક અનુભવને વધુ સારો બનાવવાના ઉદ્દેશ સાથે ટોયોટા કિર્લોસ્કર મોટર (કેટીએમ)એ આજે બજાજ ફાઇનાંસ લિમિટેડ (બીએફએલ)ની સાથે એક સમજૂતી કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ભારતના અગ્રણી અને વિવિધ નાણાકીય સેવા જૂથો પૈકી, બજાજ ફિનસર્વ લિમિટેડનો ભાગ છે અને આ કરારનો હેતુ અદ્યતન રિટેલ ફાઇનાંસ વિકલ્પ પ્રદાન કરવાનો છે, જે વિશેષ રૂપથી ટોયોટા વાહન ખરીદવાની પ્રક્રિયાને વધુ સુવિધાજનક અને ગ્રાહકો માટે સુલભ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
બજાજ ફાઇનાંસ એક ટેક્નોલોજી સંચાલિત એનબીએફસી છે, જે નાણાકીય સમાધાનોની વ્યાપક શ્રેણી રજૂ કરે છે અને ગ્રાહક અનુભવને ડિજિટલ રીતે વધારવા માટે કેન્દ્રિત છે. બજાજ ફાઇનાંસની સાથે ભાગીદારી ગ્રાહકોને સુવિધાજનક અને આકર્ષક ફાઇનાંસિંગ વિકલ્પ પ્રદાન કરશે અને અંતિમ રીતે સમગ્ર માલિકી અનુભવને વધારશે. બીએફએલે આ જાહેરાત પણ કરી છે કે તે 1 જૂન, 2023થી ભારતના 89 મુખ્ય સ્થળો પર તબક્કા 1ના ભાગ રૂપે પોતાનો નવો 4-વ્હીલર ફાઇનાંસ વ્યવસાય શરૂ કરશે. આ સ્થળો કુલ ઑટો ઉદ્યોગના વેચાણના લગભગ 70% કવર કરે છે.
ભાગીદારીના મુખ્ય વિશેષતાઓઃ
• વધુ લોકોની સામર્થ્ય યોગ્યતા અને વધુ ફ્લેક્સી લોન પ્રસ્તાવ સાથા આ ગ્રાહકોને પહેલા બે વર્ષો માટે ઓછી ઈએમઆઈની સાથે આઠ વર્ષની ફંડિંગની સાથે ઉચ્ચ મૉડલ કે વેરિયંટનો વિકલ્પ પસંદ કરવાની પરવાનગી આપશે. ગ્રાહકોની પાસે સુવિધા અનુસાર લોન રકમની આંશિક ચૂકવણી કરવા અને ધન નિકાળવાની સુવિધા પણ હશે.
• એક્સટેંડેડ વોરંટી અને એક્સેસરીઝ સહિત રોડ ફંડિંગ પર 100% સુધી
• પ્રતિસ્પર્ધાત્મક વ્યાજ દરો 8.65% પ્રતિ વર્ષથી શરૂ
• લોન વિતરણની ડિજિટલ સ્ટ્રેટ થ્રૂ પ્રક્રિયાનો ઉદ્દેશ ગ્રાહકો માટે સુવિધામાં સુધાર કરવાનો છે અને આ પ્રકારે તેમને પોતાના પસંદિત ટોયોટા વાહનોને ખૂબ જ સરળતાથી ખરીદવામાં સક્ષમ બનાવે છે.
આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા ટોયોટા કિર્લોસ્કરર મોટરના સેલ્સ એન્ડ સ્ટ્રેટેજિક માર્કેટિંગ વાઇસ પ્રેસિડેંટ શ્રી અતુલ સુદે જણાવ્યું, “અમે અમારા મૂલ્યાવાન ગ્રાહકો માટે રિટેલ ધિરાણ વિકલ્પોને વધારવા માટે બજાજ ફાઇનાંસ લિમિટેડની સાથે ભાગીદારી કરી રોમાંચિત છીએ. ટોયોટાના કસ્ટમર ફર્સ્ટના દ્રષ્ટિકોણના બ્રાંડ આચરણના અનુકૂળ અમે સતત સુવિધા અને અસાધારણ માલિકી અનુભવ પુરો પાડવાનો પ્રયાસ કરીએ છએ અને આ સહયોગ આ વાતની સાબિતી છે. બીએફએલની સાથે હાથ મિલાવી, અમારો ઉદ્દેશ વ્યાપક ગ્રાહક આધાર સુધી પહોંચવાનો છે, વિશેષ રીતે ટિયર ।। અને ટિયર ।।। બજારોમાં રિટેલ વેચાણને પ્રોત્સાહન આપવાનું છે. આ સાથે, અમે ભારતીય ઑટો ઉદ્યોગમાં રિટેલ ધિરાણ પરિદ્રશ્યને રેંપ-અપ કરવા અને ટોયોટા વાહનના માલિક હોવાનો અનુભવને અમારા ગ્રાહકો માટે વધુ સુલભ અને ફાયદાકારક બનાવા ઇચ્છીએ છે.”
ટાઇ-અપ વિશે વિસ્તારથી જણાવતા બજાજ ફાઇનાંસ લિમિટેડના ઑટો ફાઇનાંસના મુક્ય વ્યવસાય અધિકારી શ્રી સિદ્ધાર્થ ભટ્ટે જણાવ્યું, “ટોયોટા કિર્લોસ્કર મોટરની સાથે અમારી ભાગીદારી ગ્રાહકોને તેમના પસંદગીના ટોયોટા મૉડલની શોધમાં શ્રેષ્ઠ રિટેલ ધિરાણ ઉકેલો પુરા પાડવા માટે રોમાંચક તકો ખોલે છે. આ નવા ફોર-વ્હીલર ફાઇનાંસ વ્યવસાયમાં અમારા પ્રવેશને પણ ચિહ્નિત કરે છે અને અમે એક પ્રસિદ્ધ તથા ટોયોટા જેવા વિશ્વસનીય બ્રાંડની સાથેસાથે સેવાઓને લૉન્ચ કરવા માટે સમ્માનિત અનુભવ કરી રહ્યાં છે. અમારા ડિજિટલ-ફર્સ્ટ અભિગમ, અનુકૂલિત ઉકેલો અને પ્રક્રિયાઓના માધ્યમથી અમે ગ્રાહક અનુભવને સમૃદ્ધ કરવામાં મદદ કરશે. ટોયોટા કિર્લોસ્કર મોટરની સાથે મળી, અમે દેશ ભરમાં ગ્રાહકોને સેવા કરવા અને શ્રેષ્ઠ અનુભવ પુરો પાડવા માટે તત્પર છીએ.”
આટલા વર્ષોમાં, ટીકેએમે સરળ ધિરાણ વિકલ્પો જેવાં કે, સમય પર અને પ્રાસંગિક યોજનાઓને લાગૂ કરી ખરીદ અને સ્વામિત્વ ચક્ર દરમિયાન ગ્રાહકોના અનુભવને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ટોયોટા ફાઇનાંસિંગ ઉકેલો ઉપરાંત, ટોયોટાએ વર્ષોથી ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવાના ધિરાણ ઉકેલો અને સુવિધાની રજૂઆત કરવા માટે અનેક અન્ય ફાઇનાંસિંગ સંસ્થાઓની સાથે વિશેષ રીતે તૈયાર કરાયેલી સેવાઓ પણ લૉન્ચ કરી છે. ઑફર જૂની કારોની સાથેસાથે સર્વિસ પેકેજને કવર કરવા માટે માત્ર નવા વાહનોની ખરીદીથી આગળ વધે છે અને આ પ્રકારે ટોયોટા કારોની સમગ્ર સકારાત્મક ખરીદી અને માલિકી અનુભવ બનાવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300