રાજકોટ જિલ્લાની સરકારી શાળાઓમાં ધો. 1 માં પ્રવેશ મેળવનારા 1357 બાળકો

Spread the love

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અંગે જનજાગૃતિ લાવવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના આશયથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની’ થીમ સાથે તા. ૧૨, ૧૩ અને ૧૪ જુનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩-‘૨૪ માટે ધો. ૧માં ૧૩૫૭ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.

શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ અંતર્ગત રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકામાં ૨ દિવ્યાંગ મળી કુલ ૨૧૬ બાળકો, જેતપુર તાલુકામાં ૧ દિવ્યાંગ મળી કુલ ૧૪૮ બાળકો, જામકંડોરણા તાલુકામાં ૨૫ બાળકો, પડધરી તાલુકામાં કુલ ૨૧ બાળકો, ઉપલેટા તાલુકામાં કુલ ૨૮ બાળકો, કોટડાસાંગાણી તાલુકામાં ૧ દિવ્યાંગ મળી કુલ ૧૨૮ બાળકો, ધોરાજી તાલુકામાં ૩ દિવ્યાંગ મળી કુલ ૧૪૧ બાળકો, ગોંડલ તાલુકામાં કુલ ૧૬૮ બાળકો, જસદણ તાલુકામાં ૩ દિવ્યાંગ મળી ૧૯૭ બાળકો, લોધીકા તાલુકામાં ૧૯૯ બાળકો તથા વિંછીયા તાલુકામાં ૮૬ બાળકો ધો. ૧માં પ્રવેશપાત્ર છે.

આમ, રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓમાં ધો. ૧માં ૧૦ દિવ્યાંગ બાળકો સહીત કુલ ૧૩૫૭ બાળકોને પ્રવેશ અપાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં શિક્ષણ સમિતિ સંચાલિત ૮૫૧ પ્રાથમિક શાળાઓ તેમજ જેતપુર અને ઉપલેટા નગર શિક્ષણ સમિતિ સંચાલિત ૨૧ પ્રાથમિક શાળાઓ છે. જેમાં કુલ ૪૭૨૪ શિક્ષકો ફરજ નિભાવી રહ્યા છે. સરકારી શાળાઓમાં હાલ ૫૫,૪૨૮ કુમારો અને ૫૩,૧૬૩ કન્યાઓ મળી કુલ ૧,૦૮,૫૯૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

(ગિરીશ ભરડવા) રાજકોટ

Admin

Admin

9909969099
Right Click Disabled!