રાજકોટમાં દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય વિના મુલ્યે જયપુર ફૂટ કેમ્પ

- ત્રણ દિવસ કેમ્પમાં ૮૪ દર્દીએ લાભ લીધો
સાંસ્કૃતિક, સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે તા.૧/૦૬ થી ૩/૦૬ સુધી આ જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ ૮૪ દર્દીએ લાભ લીધેલ જેમાં કેલીપર્સ નાં દર્દી – ૪૧ અને લેગ (પગ) ના ૩૦, રીપેરીંગ ૧૩ દર્દી ઓએ વિના મુલ્યે લાભ લીધેલ. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવેલ છે.
જયપુર ફૂટ કેમ્પમાં બેગલોરથી કમાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના દેવેન્દ્રભાઈ દવે ખાસ હાજરી આપેલ. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાં સહયોગથી અને તેના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણીનો સહયોગ મળેલ છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે કમાણી ફાઉન્ડેશનના કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે, પ્રફૂલભાઈ મીરાણી, કનૈયાલાલ ગજેરા તેમજ સરગમ કલબના કમિટી મેમ્બર તેમજ સરગમ લેડીઝ – કમિટી મેમ્બરો, કૈલાશબેન વાળા, મધુરિકાબેન જાડેજા, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા, સુધાબેન દોશી અને હર્ષાબેન ક્થયા, આશાબેન લૂછ્યા, મિતલબેન ચગ, હર્ષાબેન પીઠડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘવાલ વગેરે સેવા આપેલ, આવનારા તમામ દર્દીઓને વિના મુલ્યે ચા પાણી આપવામાં આવેલ. આગામી કેમ્પ તા. ૦૧/૦૭/ર૩ નાં રોજ ૩ દિવસ માટે યોજાશે.