10 જુન વિશ્વ નેત્રદાન દિવસ

👁️10 જુન વિશ્વ નેત્રદાન દિવસ👁️
આજે 10 જુનના રોજ વિશ્વ નેત્ર દાન દિવસ છે.વર્ષ દરમિયાન ઘણા બધા દિન વિશેષની ઉજવણી કરવામાં આવે છે. એમા વિશ્વ નેત્ર દાન દિવસ નો પણ સમાવેશ થાય છે. ભારત અને વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો અંધ છે. આમાં કોર્નિયા થી અંધ લોકો છે એમને દાનમા આવતી આંખ થી દેખતા કરી શકાય છે. મૃત્યુ બાદ થતા નેત્રદાન થકી આવા અંધ લોકોને દ્રષ્ટિ મળે તેમજ નેત્રદાન કરેલ નેત્રદાતાઓ અને નેત્રદાનનો સંકલ્પ કરેલ લોકોને બિરદાવવા માટે આ દિવસ ની ઉજવણી થાય છે.
આજ દિવસે આવનાર સનાતન સત્ય મૃત્યુ ને નજર મા રાખી નેત્ર દાન નો સંકલ્પ કરીએ. હા મે તો વર્ષ ૨૦૦૩માં ચક્ષુદાન નું સંકલન પત્ર ભર્યું છે.સાથે દેહદાન નું સંકલ્પ પત્ર પણ ભર્યું છે. અંગ દાન નો સંકલ્પ કર્યો છે. સંકલ્પ જ નહી મારા પિતાનું દેહદાન જુનાગઢ જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ ને અર્પણ કર્યું છે અને ચક્ષુદાન પણ કરેલ છે. પરિવાર મા થી છ સ્વજનો ના નેત્ર દાન કરેલ છે. મારા આચરણ મા છે એટલે વિવેક પુર્ણ વિનંતી કરું છું કે નેત્રદાનને પ્રોત્સાહિત કરીએ.
શિવમ્ ચક્ષુદાન -આરેણા દ્વારા આજ દિન સુધી ૧૩૮ વ્યકિત ના નેત્ર દાન આઈ બેંક સુધી પહોંચાડવામા આવ્યા છે. આ સદગત આત્માઓ ને આજે યાદ કરી ને એમને ઈશ્વર ના ચરણોમાં સ્થાન મળે એવી પ્રાર્થના કરીએ છે.અને એમના પરિવારના આ ઉમદા વિચારને વંદન કરીએ છીએ.
મિત્રો કોર્નિયા ( કિકી) થી અંધ વ્યક્તિ હોય તો એમને નેત્ર દાન દ્વારા દ્ષ્ટિ અપાવી શકાય છે ને એ ભગીરથ કાર્ય મા આપ સૌ સહભાગી થઈ શકો છો અને આવી વ્યકિત વિશે અવશ્ય અમારું ધ્યાન દોરજો. એમને દ્ષ્ટિ મળે એવા અમારા પૂર્ણ પ્રયત્ન હશે. હા પ્રથમ નેત્ર પ્રત્યારોપણ પહેલા એમના આંખના પડદાનું નિદાન, આંખ ના સ્નાયુ, આંખ નું પ્રેસર, ડાયાબિટીસ,બી.પી. વગેરે જોવાતા હોય છે. એમા તકલીફ ન હોય તો આવા કોર્નિયા થી અંધ લોકો ને દ્રષ્ટી મળે છે.
વિશ્વ નેત્ર દાન દિવસે સંકલ્પ લઈએ કે આવા કોર્નિયા થી અંધ લોકો માટે નેત્ર દાન નો સંકલ્પ કરીએ.અને અંધ વ્યક્તિના જીવનમાં ઉજાસ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીએ.અને આપણા પૂરાણોમાં વર્ણવેલ દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કરીએ.
નેત્ર દાન મહાદાન.👏🏻💐💐💐💐
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300