વાવાઝોડા સામે સરકારની કામગીરીનો આભાર વ્યક્ત કરતા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ

તાજેતરમાં ગુજરાત પર વાવાઝોડા ના સંકટ સામે ગુજરાત ભાજપ ની સરકાર દ્વારા આગોતરા આયોજન ના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકાર છેવાડાના વિસ્તારોમાં જય કામગીરી હાથ ધરી હતી જેમાં દરીયા વિસ્તારમાં આવેલા ગામો સંપર્ક કરી શકાય એટલી મદદ કરી લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા હતા સરકારી તંત્ર ખડેપગે રહ્યું હતું તેમજ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ સહિત ગુજરાત સરકાર ના મંત્રીમંડળના મંત્રીઓ જીલ્લા વાઇજ જવાબદારી સોંપી હતી.
જેમાં મંત્રીશ્રીઓ પણ સતત લોકો વચ્ચે રહીને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી સાથે સરકારશ્રીની સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ લોકોની મદદ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામા પણ ભાજપ આગેવાનો સહિત જીલ્લા સહકારી તંત્ર દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી તેમજ જાંબાઝ પોલીસ, મિડિયા રીપોટર, ડોક્ટર,પીજીવીસીએલ, કર્મચારીઓ , સહિત અન્ય સેવાકીય સંસ્થાઓને સંકડ સમયે લોકોની વચ્ચે રહીને મદદ કરવા બદલ બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા આભાર માન્યો હતો.
રિપોર્ટ : દિપક કનૈયા (બાબરા)