વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવ’માં ‘ધ રૅશનાલિસ્ટ મર્ડર્સ’ પુસ્તકનું વિમોચન !

- દાભોલકર, પાનસરે, ગૌરી લંકેશ ઇત્યાદિની હત્યાઓની તપાસ કેવળ રાજકીય હેતુથી ! – ડૉ. અમિત થડાની, લેખક
ડૉ. નરેંદ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ. કલબુર્ગી અને ગૌરી લંકેશ આ નાસ્તિકવાદી તેમજ શહેરી નક્ષલવાદીઓ સાથે સંબંધિતોની હત્યાઓની તપાસમાં રાજકારણ ચાલુ છે. સજ્જડ પુરાવા ન હોવા છતાં હિંદુત્વનિષ્ઠોને આરોપી બનાવીને કારાગૃહમાં ગોંધી રાખવામાં આવ્યા. તેમના પર આરોપપત્ર પણ પ્રવિષ્ટ કરવામાં આવ્યા; પરંતુ પછી તપાસ યંત્રણાએ જ હત્યા પાછળ ધરપકડ કરાયેલા આરોપીઓને બદલે એક નવો જ આરોપી હોવાનો દાવો કર્યો. સરવાળે જોતા આ સર્વ પ્રકરણોમાં નિરંતર આરોપી ફેરવવા, શસ્ત્રો ફેરવવા, એવા ગેરકાયદેસર પ્રકાર થયા.
ગૌરી લંકેશની હત્યા કરનારાઓએ હેલ્મેટ પહેરીને રાત્રિના અંધારામાં હત્યા કરી હોવા છતાં પણ સંદેહીઓનાં અનેક છાયાચિત્રો લેવામાં આવ્યાં; તો પછી પોલીસોને હેલ્મેટની અંદરના ચહેરા કેવી રીતે દેખાયા ? ડૉ. દાભોલકર ખટલામાં ટુકડે ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દીધેલી પિસ્તોલ શોધી કાઢી હોવાનો દાવો કરવામાં આવ્યો; પરંતુ સમુદ્રમાંથી તે તેમને અખંડ સ્થિતિમાં મળી ! તો પછી ઊંડા સમુદ્રમાં પિસ્તોલની જોડણી કોણે કરી ? સરવાળે આ હત્યાઓ કોણે અને શા માટે કરી, તેની તપાસયંત્રણાએ ક્યારે પણ પ્રમાણિકતાથી શોધ કરી જ નહીં.
કેવળ આ હત્યાઓનો રાજકીય લાભ માટે કેવી રીતે ઉપયોગ થઈ શકશે, એટલું જ જોવામાં આવ્યું, એવું પ્રતિપાદન ‘ધ રૅશનાલિસ્ટ મર્ડર્સ’ પુસ્તકના લેખક ડૉ. અમિત થડાનીએ કર્યું. તેઓ ‘વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવ’માં ‘ધ રૅશનાલિસ્ટ મર્ડર્સ’ પુસ્તકના વિમોચન સમયે બોલી રહ્યા હતા. આ સમયે વ્યાસપીઠ પર હિંદુ વિધિજ્ઞ પરિષદના સંસ્થાપક સદસ્ય ધારાશાસ્ત્રી (પૂ.) સુરેશ કુલકર્ણી, હિંદુ વિધિજ્ઞ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ધારાશાસ્ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકર અને ધારાશાસ્ત્રી પી. કૃષ્ણમૂર્તિ ઉપસ્થિત હતા.
આ પ્રસંગે ધારાશાસ્ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકરે કહ્યું, ‘‘નાસ્તિકતાવાદીઓની હત્યાઓ પછી હિંદુત્વનિષ્ઠોને આતંકવાદી ઠેરવવામાં આવે છે; પરંતુ સામ્યવાદીઓએ કેટલા લોકોને મારી નાખ્યા ? આ પ્રશ્ન શા માટે પૂછવામાં આવતો નથી ? સામ્યવાદીઓએ સમગ્ર વિશ્વમાં 10 કરોડ લોકોની હત્યાઓ કરી છે અને નક્ષલવાદીઓએ 14 હજારથી વધુ હત્યાઓ કરી છે. નક્ષલવાદીઓ એ જ સામ્યવાદીઓ છે અને સામ્યવાદીઓ જ નક્ષલવાદીઓ છે; પરંતુ આ બાબતે કોઈ બોલતું નથી. આ જ વૈચારિક આતંકવાદ છે. તેને કારણે વૈચારિક આતંકવાદના વિરોધમાં પ્રત્યેકે પ્રશ્ન પૂછવાનું સાહસ દેખાડવું !’’
ધારાશાસ્ત્રી પી. કૃષ્ણમૂર્તિએ કહ્યું, ‘‘હું ‘પોપ્યુલર ફ્રંટ ઑફ ઇંડિયા’ (પી.એફ.આય.) નામક જેહાદી સંગઠનના વિરોધમાં ખટલો લડી રહ્યો છું. તેને કારણે મને ધમકીઓ આપવામાં આવી, એટલું જ નહીં, જ્યારે મારા પર પ્રાણઘાતક આક્રમણો પણ થયા; પરંતુ હું શ્રીકૃષ્ણનું સ્મરણ કરતો હોવાથી તેની સામે મારું રક્ષણ થયું. તેથી સમાજમાંના હિંદુત્વનિષ્ઠ ધારાશાસ્ત્રીઓને જ્યારે સમય મળે, ત્યારે તેમણે નામસ્મરણ કરવું.’’ આ પ્રસંગે ધારાશાસ્ત્રી (પૂ.) હરિશંકર જૈને ધર્મ માટે બલિદાન આપનારાઓને ભૂલશો નહીં, એવું આવાહન કર્યું.
આ અધિવેશનનું સીધું પ્રસારણ હિંદુ જનજાગૃતિ સમિતિનું સંકેતસ્થળ HinduJagruti.org આ દ્વારા, તેમજ સમિતિના ‘HinduJagruti’ આ ‘યુ-ટ્યૂબ’ ચૅનલ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે.
રમેશ શિંદે