સાંતલપુર: મઢુત્રા ગામ ખાતે ઢોલ વગાડી UGVCL સામે વિરોધ પ્રદર્શન

સાંતલપુર: મઢુત્રા ગામ ખાતે ઢોલ વગાડી UGVCL સામે વિરોધ પ્રદર્શન
Spread the love

સાંતલપુર: મઢુત્રા ગામ ખાતે ઢોલ વગાડી UGVCL સામે વિરોધ પ્રદર્શન: છેલ્લા 9 દિવસથી વીજપુરવઠો ના હોવાનો ગ્રામજનો નો આક્ષેપ

પાટણ જિલ્લા નાં સરહદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામ ખાતે છેલ્લા 9 દિવસથી વીજપુરવઠો ખોરવાયો જેને લઇને ગ્રામજનો એ ઢોલ વગાડી UGVCL સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગામમાં છેલ્લા 9 દિવસથી વીજપુરવઠો ના હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

પાટણ જિલ્લા માં બીપરજોય વાવાઝોડાં ની અસર વર્તાઈ હતી જેમાં જિલ્લા નાં અનેક ગ્રામ્ય વિસ્તારો માં મોટા પ્રમાણ માં નુકશાન થવા પામ્યું હતું. ત્યારે સાંતલપુર નાં મઢુત્રા ગામ ખાતે વાવાઝોડું ગયું પરંતુ લાઈટ હજી સુધી આવી નથી ત્યારે તંત્ર વિરુદ્ધ લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.સાંતલપુરના મઢુત્રા ગામે આવેલ પંચાયત ઓફીસ એ ઢોલ વગાડી UGVCL સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.છેલ્લા 9 દિવશથી વીજપુરવઠો ના હોવાનો ગ્રામજનો એ આક્ષેપ કરતા મઢુત્રા ગ્રામપંચાયત જોડે ઢોલ વગાડી UGVCL કર્મીઓ ને જગાડવાઓ પ્રયાસ કર્યો હતો.ગામમાં વિજપુરવઠો ખોરવાતા ગામલોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ગામનાં લોકો અનાજ દડાવવા બહાર જવું મોબાઇલ ચાર્જર કરવા હોટેલ પર તો કોઈક ટોલ પ્લાઝા પર મોબાઇલ ચાર્જર કરવા લાઈનો લાગી હતી.આમ લાઈટ વગર ગામમાં અનેક સમસ્યાઓ ઊભી થવા પામી છે જેને લઇને લોકોએ પંચાયત ખાતે જઈને UGVCL તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો અને સત્વરે વિજપુરવઠો પુનઃ ચાલુ કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે

રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230621-WA0221-0.jpg IMG-20230621-WA0220-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!